કિંગ શાહરૂખના જન્મ દિને પ્રશંસકોએ શુભેચ્છા આપી

1384

કિંગ શાહરૂખના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છાઓ આપી હતી. શાહરૂખ ખાન હંમેશા તેના જન્મ દિવસની શાનદાર રીતે ઉજવણી કરે છે. આજે શાહરૂખે ઘરે પોતાના ૫૩માં જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ પત્નિ ગૌરી સાથે શાનદાર ફોટો પણ ચાહકો સાથે શેયર કર્યો હતો. તેના જન્મદિવસે વહેલી સવારથી ચાહકોનો શુભેચ્છાનો વરસાદ શરૂ થઇ ગયો હતો.૨જી નવેમ્બર ૧૯૬૫ના દિવસે શાહરૂખ ખાનનો જન્મ થયો હતો. તે ફિલ્મ નિર્માતાની સાથે સાથે ટેલિવિઝન હોસ્ટ તરીકે પણ રહી ચૂક્યો છે. કિંગ ઓફ બોલિવૂડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. તે અનેક યાદગારફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.જેમાં રોમાન્સ, એક્શન અને કોમેડી ફિલ્મોનો સમાવેશ થાય છે.  શાહરૂખ ખાને વર્ષ ૧૯૮૦માં ફોઝી સહિતની કેટલીક ટેલિવિઝન સિરીયલો મારફતે પોતાની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદ ૧૯૯૨માં શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ દિવાના રજૂ થઈ હતી. ત્યારબાદથી તે અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ૧૪ ફિલ્મ ફેર એવોર્ડ તે જીતી ચૂક્યો છે જે પૈકી આઠ સર્વશ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ તે જીતી ચૂક્યો છે જે રેકોર્ડ છે. ભારતીય સિનેમાને તેના યોગદાન બદલ પદ્મશ્રી તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતના સૌથી વધુ સફળ ફિલ્મ અભિનેતા તરીકે તેની ગણતરી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૮માં ન્યૂઝ વીકે વિશ્વના ૫૦ સૌથી શક્તિશાળીની યાદીમાં શાહરૂખ ખાનનો સમાવેશ કર્યો હતો. નવી દિલ્હીમાં મુસ્લિમ પરિવારમાં શાહરૂખ ખાનનો જન્મ થયો હતો. તેના પિતા તાજ મહંમદ ખાન બ્રિટિશ શાસનવેળા પેશાવરમાં એક ભારતીય સ્વતંત્ર કાર્યકર હતા. ખાનના જણાવ્યા મુજબ તેમના દાદા અફઘાનિસ્તાન મૂળના હતા. રાજેન્દ્ર નગરમાં ઉછળેલા શાહરૂખ ખાને સેન્ટ કોલંબિયામાં શિક્ષણ મેળવ્યું હતું. શાહરૂખ ખાને ૧૯૮૫-૮૮માં હંસરાજ કોલેજમાં અભ્યાસ કરીને ઇકોનોમીક્સમાં બેચરલ ડિગ્રી મેળવી હતી ત્યારબાદ શાહરૂખે માસ કોમ્પ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેના માતા-પિતાના અવસાન બાદ શાહરૂખ ખાન ૧૯૯૧માં મુંબઈ આવી ગયો હતો. એ જ વર્ષે તેની કોઈ પણ ફિલ્મ રજૂ થાય તે પહેલાં શાહરૂખે ૨૫મી ઓક્ટોબર ૧૯૯૧ના દિવસે પરંપરાગત હિન્દુ લગ્નવિધીથી હિન્દુ યુવતી ગૌરી સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો થઈ ચૂક્યા છે. શાહરૂખના ઘરમાં બાળકો હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મો અપનાવે છે. શાહરૂખ ખાન અંગે એક વખતે અભિનેત્રી સાયરા બાનુએ કહ્યું હતું કે તે બિલકુલ તેના પતિ અને બોલિવૂડના સમ્રાટ ગણાતા દિલીપ કુમાર જેવો લાગે છે.  શાહરૂખે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન મેળવવા ખૂબ મહેનત કરી છે.શાહરૂખ ખાનની નવી ફિલ્મ જીરો હવે રજૂ થવાની તૈયારીમાં છે.

શાહરૂખ દુનિયાભરમાં સૌથી અમીર કલાકારોમાં સામેલ છે

શાહરૂખખાના ૫૩માં જન્મદિવસની તેના ચાહકોએ પણ આજે ઉજવણી કરી હતી. શાહરૂખના ચાહકો જાણે છે કે  વિશ્વમાં  સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં પણ શાહરૂખ ખાન સામેલ રહ્યો છે. તેની સંપત્તિ વર્ષ ૨૦૧૪માં ૬૦૦ મિલિયન ડોલર જેટલી આંકવામાં આવી હતી. આ સંપત્તિમાં હવે સતત વધારો થયો છે.  શાહરૂખખાનની શરૂઆતના વર્ષોમાં નેગેટિવ ભૂમિકા માટે પસંદગી કરવામાં આવતી હતી. શાહરૂખે તેની કેરિયરની શરૂઆતમાં ડર, બાજીગર અને અંજામ જેવી ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા અદા કરી હતી. જે લોકોને પસંદ પડી હતી. જો કે તે ત્યારબાદ એક રોમેન્ટિક અભિનેતા તરીકે ઉભરી આવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતા પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે. ખાન હાલમાં મોશન પિક્ચર પ્રોડક્શન કંપની રેડ ચિલી એન્ટરટેઇનંન્ટંમાં કો ચેરમેન તરીકે છે.ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટીમ કોલક્તા નાઇટ રાઇડર્સના સહ માલિક તરીકે પણ તે છે. ખાન જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલો રહ્યો છે. શાહરૂખ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. લોસએન્જલસ ટાઇમ્સે એક વખતે શાહરૂખને વિશ્વના સૌથી મોટા મુવી સ્ટાર તરીકે ગણાવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં ન્યુઝવીકે શાહરૂખને વિશ્વના ૫૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મુકી દેતા તેની લોકપ્રિયતાની ફરી નોંધ લેવાઇ હતી. આજે પણ કિંગ ખાનની લોકપ્રિયતા અકબંધ રહી છે. તેની યુવા પેઢીમાં પણ લોક્પ્રિયતા છે. છેલ્લી તમામ ફિલ્મો પણ શાહરૂખની સુપરહિટ સાબિત થઇ છે. શાહરૂખ ખાને પણ બોલિવુડમાં સફળતા હાંસલ કરવા માટે ખુબ સંઘર્ષ કર્યુ છે. તે હાલમાં જીરો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે.

Previous articleટિકિટ નહીં મળતા અજીત જોગીની પત્નીએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો
Next articleતુસલી કુમારે ’દેખતે દેખતે’ના વર્જનથી લોકોનું દિલ જીત્યું!