સખવદરના ખેડુતને ચાર લાખમાં ઠગનાર વડોદરાનો શખ્સ ઝબ્બે

1898

સિહોર તાલુકાના સખવદર ગામે રહેતા ચીંથરભાઈ ધીરુભાઈ હુંબલ જાતે આહીર એ સિહોર પોલીસ સ્ટેશનમાં વડોદરા ના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વડોદરાના આશિષ જોષી ( રે ડવડેક રેસિડન્સી આજવારોડ વડોદરા) ગત તા ૨૮/૪ /૧૮ ના રોજ  ખાંડ,મોબાઈલ, ટીવી,તેલ,ખોળ જેવી વસ્તુઓ બજાર કરતા સસ્તાભાવે આપશે અને સાથે બિલ પણ આપીશ તેવું જણાવી વિશ્વાસમાં લીધેલ પાકાબીલ આપવાનું જણાવતા  તેની વાતમાં આવી ગયેલ ત્યારે આ શખ્સ દ્વારા પેમેન્ટનું કહેતા ૩ લાખ રોકડ પહેલા અને ૧ લાખ આશિષ જોષી ના બેન્ક એકાઉન્ટ માં જમા કરાવેલ ત્યારે અને તેના દ્વારા કહેલ કે આપે નોંધાવેલ માલ ૩ દિવસ માં આવી જશે પરંતુ આજસુધી આ માલ નહિ મળતા કઈક અજુગતુ બન્યું હોવાની ગંધ આવતા ફોન કરી માલ ની માંગણી કરતા ગલ્લાતલા કરવા લાગેલ ત્યારે ચીંથરભાઈ ને લાગ્યું કે આપણી સાથે વિશ્વાસઘાત થયો છે ત્યારે નજીકના વેપારીઓ નો કોન્ટેક્ટ કરતા જાણવા મળેલ કે આ વ્યક્તિ મોટો ફ્રોડ છે અને આવા અનેક લોકોની સાથે વડોદરા સહિત જુદીજુદી જગ્યાએ ચિટિંગ કરેલછે ત્યારે ચીંથરભાઈ ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી આ અંગે ચીંથરભાઈ એ નજીકના સિહોર પોલીસ મથકે પહોંચી આશિષ જોષી વિરુદ્ધ આઈ.પી.સી ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો.  આ ગુન્હો દાખલ થતાજ ચીંથરભાઈ દ્વારા પોલીસ ને જાણ કરેલ કે આ શખ્સ ૨ દિવસ માં સિહોર આવવાનો છે તેવી બાતમી સાથે સિહોરના પીએસઆઇ સોલંકી વોચ માં હતા ત્યારે ગત રાત્રી ના ૧૦ કલાકે વોચ માં બાતમીવાળો શખ્સ ટાવેરા ગાડી લઈ નીકળતા જ દબોચી લીધો હતો ત્યારે પૂછપરછ કરતા આ ગુન્હો ગોળગોળ કબુલ્યો હતો ત્યારે આ અંગે પોલીસ અધિકારી સોલંકી દ્વારા કોર્ટ માં ૨ દિવસ ની રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે ૨૪ કલાક ના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારે વધુ વિગતો રિમાન્ડ દરમિયાન ખુલશે તેવું જાણવા મળેલ છે

હાલ ૩૫ થી ૪૦ લાખનું અલગ અલગ લોકોનું ફુલેકુ ફેરવ્યાનુ કબુલ્યું છે વધુ પૂછપરછ શરૂ છે આ કામમાં સિહોર પીએસઆઈ પી.આર. સોલંકી,ગૌતમભાઈ રામાનુજ, રાજભા, પદુભા, જયતુભાઈ, અશોકસિંહ સહિતનાઓ જોડાયા હતા રિમાન્ડ દરમિયાનમાં ત્યારે વડોદરાના એક શખ્સ ના ફ્રીજ,ઓવન સહિત વસ્તુ માટે ૩૦૦૦૦ બીજી વ્યક્તિ ટીવી વોશિંગ મશીન ૫૦૦૦૦, ૨૦૦૦૦ ટીવી માટે એક દરજી શખ્સ ના ૬૦૦૦૦ ,કહાર પાસે થી ૩૦૦૦૦, કેતન પારેખ પાસેથી હોલસેલ વસ્તુ ખરીદી ની ૧૫૫૦૦૦૦ ની વસ્તુ લઈ પેમેન્ટ નહિ આપ્યું ઇન્દોર ની પાર્ટી પાસે થી પણ મોટી રકમ નું ચિટિંગ કર્યાનું ખુલવા પામ્યું છે હજુ પૂછપરછ શરૂ છે

Previous articleરામ કદી કોઈને મારતા નથી, બધાને તાર્યા છે – પૂ. બાપુ
Next articleઉમરાળા કન્યાશાળાની વિદ્યાર્થીની નિબંધ સ્પર્ધામાં પ્રથમ