ઘોઘા માં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી લોકો પરેશાન

978

ઘોઘા માં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી એક વર્ષ કરતા વધુ સમય થી શરૂ છે પણ જે જે વિસ્તાર માં ભૂગર્ભ ગટર નું કામ પૂરું થયું છે તે વિસ્તાર ના રોડ ની હાલત અત્યંત ખરાબ છે,અને ભૂંગર્ભ ગટર નું કામ પણ લેવલ પ્રમાણે કરવામાં આવ્યું નથી તેમજ ભૂગર્ભ ગટર ના ઢાંકણા પણ જમીન ના લેવલ કરતા ઘણા ઊંચા નીચા ફિટ કરવામાં આવ્યા છે, ભૂગર્ભ ગટર નું કામ કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારી અને બે જવાબદારી પૂર્વક થયેલ છે તે જણાઈ આવે છે

ભૂગર્ભ ગટરની કામગીરી જે વિસ્તાર ના થયેલી છે તે વિસ્તાર ના ઉબડ ખાબડ રસ્તા ના લીધે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગામના રહીશો ની માંગણી છે કે આ બાબતે અધિકારી દ્વારા યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે અને આ સમસ્યા નું ઝડપથી નિરાકરણ કરવામાં આવે.

તસ્વીર : નીતિન મેર (ઘોઘા)

Previous articleનંદકુવરબા મહિલા કોલેજ નો 11મો એન્યુઅલ ડે રંગોલી પાર્ક ખાતે યોજાયો
Next articleકુલપતિના ર.સચિવ મિલનસિંહ પરમાર ની વ્હાલી દિકરીબા ધ્રુવીશાબા નો જન્મદિવસ