કુલપતિના ર.સચિવ મિલનસિંહ પરમાર ની વ્હાલી દિકરીબા ધ્રુવીશાબા નો જન્મદિવસ

649

આજરોજ કુમારી ધ્રુવીશાબા મિલનસિંહ પરમાર ની વહાલી દિકરીબા નો જન્મ દિવસ છે. ધ્રુવીશાબા આજે દશ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ. કુમારી ધ્રુવીશાબા ના પિતા હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે કુલપતિના રહસ્ય સચિવ અને સિનિયર આસિસ્ટન્ટ તથા યુનિવર્સિટીની મંડળીના સેક્રેટરી (માનદ મંત્રી) તરીકે કામ કરી રહ્યા છે. તેમના માતા ચંદ્રાબા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને દાદા એલ.આઇ.સી ની કામગીરી કરી રહ્યા છે. તથા દાદી સમાજ સુધારક તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નાના ભાઈ રૂદ્રદતસિંહ 5.5 વર્ષના છે.અને પ્રથમ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છે. દરવર્ષે ની માફક આ વર્ષે પણ કુમારી ધ્રુવીશાબા નો જન્મદિવસ સાદગીથી ઉજવવામાં આવશે તથા વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈ પેન-પેન્સિલો તથા ફ્રુટ અને ચોકલેટોનું વિતરણ પણ કરવાના છે. તેમના નિવાસસ્થાને ભજનકીર્તન સાથે સાથે બાળકો ને ભોજન પણ કરાવશે.આ દર વર્ષ ની ઉજવણી કરવા માટે નાનપણથી જ કુમારી ધ્રુવીશાબાએ ઈચ્છા વ્યક્ત કરેલ હતી. અને તે મુજબ સમાજને નવો રાહ ચિધવા બરાબરના વિચારને તેમના માતા-પિતા અમલી બનાવે છે.
કુમારી ધ્રુવીશાબા મિલનસિંહ પરમારને જન્મદિવસ ની શુભેચ્છાઓ મો.9428222434 ઉપર સંપર્ક કરવા તથા આ જ નંબર પર વોટ્સએપ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવી શકાશે.

Previous articleઘોઘા માં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી લોકો પરેશાન
Next articleવિદ્યાર્થીઓ પર સરકાર અને દિલ્લી પોલીસ ના અત્યાચાર મામલે યુવા કૉંગ્રેસ દ્વારા ધરણા દરમિયાન ધરપકડ કરાઈ