દેશના નાના શહેરોમાં ખાગની હોસ્પિટલોનું નેટવર્ક ઊભુ કરવાની મોદી સરકારની યોજના

625

કેંદ્ર સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દ્વારા દેશના નાના શહેરોમાં ખાનગી હોસ્પીટલોનું નેટવર્ક ઉભુ કરવાની યોજના બનાવી છે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વિમા યોજના શરૂ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયે ૩૦ બેડની હોસ્પીટલથી મોડીને મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખોલવા માટે નાણાકીય મોડલો તૈયાર કર્યા છે. આ મોડલની ડ્રાફટ નોટમાં દાવો કરાયો છે કે હોસ્પીટલ ત્રીજા વર્ષથી નફો કરવા માંડશે. નોટમાં કહેવાયું છે કે હાલમાં દેશમાં ૧૪૩૭૯ હોસ્પીટલોમાં ૬ લાખ ૩૪ હજાર બેડ ઉપલબ્ધ છે. પીએમજેએવાય શર થવાથી આવતા દસ વર્ષમાં ૬.૪ લાખ બેડની જરૂર પડશે. સરકારની ભંડોળની સીમા, હોસ્પીટલ ખોલવામાં રહેલી જટીલતા અને ખાનગી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને જોતા, મધ્યમ અને નાના શહેરોમાં આ જરૂરતને ખાનગી ક્ષેત્ર દ્વારા કેવી રીતે પુરી કરી શકાય, તે માટેના કેટલાક મોડલો પર વિચાર કરાયો છે. નોટમાં કહેવાયું છે કે ખાનગી ક્ષેત્રની હોસ્પીટલો ખોલવા માટે પ્રોત્સાહન આપવા ઓછા ભાવે અથવા લીઝ પર જમીન આપવામાં આવે તેના માટેની મંજુરીઓ નક્કી કરેલ સમય મર્યાદામાં આપવામાં આવે.

ડ્રાફટ નોટમાં કહેવાયું છે કે જો હોસ્પીટલોને ઉદ્યોગનો દરજજો અપાય તો તેને સોફટ લોન આપવાનો રસ્તો ખૂલી જશે. જો એમ ન કરાય તો કૃષિક્ષેત્રની જેમ હોસ્પીટલોને સોફટલોન અપાવી જોઇએ.

Previous articleઆર્થિક મામલામાં સારા સંકેત શું આ વાત બજારની નારાજગી છે? : સુભાષ ચંદ્ર ગર્ગ
Next articleકેજરીવાલ સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપી : સાતમુ પગારપંચ લાગુ થશે