‘ફેસ ઓફ યમન ક્રાઈસીસ’ ૭ વર્ષની છોકરીનું આખરે કુપોષણને કારણે મૃત્યુ

661

યમનમાં ચાલી રહેલાં ક્રાઈસીસને કારણે ત્યાંના નાગરિકો ભૂખમરાનો શિકાર બની રહ્યાં છે. યુદ્ધના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિનો નજરો ખરેખર હચમચાવી નાખે એવો છે. થોડાં સમય પહેલાં ન્યુ યોર્ક ટાઈમ્સમાં ૭ વર્ષની યમની છોકરી અમાલ હુસેનનો ફોટો આવ્યો હતો. ત્યારબાદ એ યમન ક્રાઈસીસનો ચહેરો બની ગઈ હતી.૭ વર્ષની આ બાળકીનો મૃત્યુ ભૂખમરાને કારણે થયું છે. તીવ્ર ભૂખમરાનો શિકાર બનેલી આ બાળકી અમાનવીય આફતનું સબુત હતી. પોષણની ખામીને કારણે આ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમાલની માતા પોતાની દીકરીના મૃત્યુથી ઉદાસ છે અને એમણે કહ્યું કે તે હમેશા હસતી રહેતી હતી. હવે હું મારા બીજા બાળકો માટે ચિંતિતિ છું.

ભૂખમરા સામે લડી રહેલી આ બાળકીનો ફોટો ખુબ વાયરલ થયો હતો અને લોકોનું ધ્યાન પણ ખેચ્યું હતું. આ ફોટો પત્રકાર ટેલર હિક્સ દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં કુપોષણ ધરાવતી બાળકી યમનમાં યુનિસેફનાં મોબાઈલ કલીનીકમાં પથારી પર સુતી હતી.

Previous articleભાજપને ફટકો : શિવરાજના સાળા કોંગ્રેસમાં જોડાઈ ગયા
Next articleFacebook ફરી થયું હૈક, ૮૧૦૦૦ યૂઝર્સના મેસેજ થયા ચોરી