ભાવનગર એ.પી.એમ.સી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે ખેડૂતોને પડી રહેલી હાલાકી તાત્કાલીક દૂર કરવા માંગણી

1113

ભાવનગર ના ખેડુતો માટે ટેકાના ભાવે રહ્યું છે. સરકાર દ્વારા મગફળીનું વેચાણ કરવું કપરૂ સાબીત થઈ રહ્યું છે. સરકાર દ્વારા વેચાણ અર્થે જાહેર કરેલ વ્યવસ્થા અભણ ખેડૂતો માટે સમજવી મુશ્કેલ સાબીત થઈ રહી છે.

ગત વર્ષે માફક આ વર્ષ પણ રજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા નો નિર્ણય જાહેર કર્યો છે, સરકારનો આ નિર્ણય ખેડૂતો દ્વારા આવકાર્યો છે. પરંતુ ખરિદી અર્થની જે પ્રક્રિયા છે. તે ભારે વિસંગતતા ભરેલી અને અટપટી હોય જે ને લઈને ધરતી પુત્રોમાં ભારે મુંજવાત જોવા મળી રહી છે.

ભાવનગર કિસાન જાગૃતિ સંગઠન દ્વારા ખેડૂતો હીતલક્ષી એવા પ્રકારે માંગ કરાઈ રહી છેકે વેચાણ અર્થેનું રજીસ્ટ્રેશન સરળ બનાવવામાં આવે તથા પ્રત્યેક ગ્રામપંચાયતો માં આ અંગે માહિતી-માર્ગદર્શન કેન્દ્રો ખોલવામાં આવે તથા નિરક્ષર ખેડૂતો પણ સરળતા પૂર્વક સમજી શકે તેપ્રકારે વેચાણ પ્રથા લાગુ કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરી આ અંગે સત્વસનિર્ણયો લેવા અપીલ કરી છે.

ટેકાના ભાવે ડુંગળીની પણ ખરીદી કરો

સમગ્ર વિશ્વમાં ડુંગળીનું સર્વાદ્યીક ઉત્પાદન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લામા થાય છે. પ્રતિવર્ષ નવેમ્બરની એપ્રીલ માસ સુધીમાં લાખો ટન ડુંગળી નું ઉત્પાદન થાય છે. પરંતુ દર વર્ષે ખેડૂતો ને ડુંગળીના વેચાણના પોષણ સમ ભાવો મળતા નથી પરિણામે કિસાનો મે મોટી આર્થીકનુકસાની વેઠવી પડે છે. આ વર્ષ પણ અછત-દુષ્કાળ જેવી પરિસ્થિતીનો સમાનો કરી સેકંડો ખેડૂતો દ્વારા ડુંગળીનુ વાવેતર કરવામાં આવ્યું છે. અને એકાદ માસ બાદ ડુંગળી માર્કેટમાં વેચાણ અર્થે પહોચશે આ વર્ષે મગફળી માફક સરકાર ડુંગળી ની પણ ટેકાના ભાવે ખરીદી કરે અને તે માટે આગોતરૂ આયોજન કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

Previous articleભાવનગર યુવાન બારોટ સમાજ આયોજીત બારોટ સમાજની ડીરેકટરીનું આગેવાનો દ્વારા વિમોચન કરાયું
Next articleયુવતી સાથે લગનની વાત કરનાર યુવાનને મારમારી હત્યા નીપજાવી