મહાપાલીકાનાં ઈજનેર સહિત બે ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

917

ભાવનગર મહાનગર પાલિકાનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં કાર્યપાલક ઈજનેર વતી લાંચ લેતો શખ્સ એસીબીનાં છટકામાં રંગેહાથ ઝડપાયો હતો બાદમાં કાર્યપાલક ઈજનેરની પણ ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ છે.

આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગરમાં એડ એજન્સી ચલાવતા પ્રદિપ શુકલનાં હોર્ડિંગ્સનાં બીલો પાસ કરવા માટે છેલ્લા એક વર્ષથી કાર્યપાલક ઈજનેર આર.જી. શુકલા લાંચની માંગણી કરતા હતા અને આખરે ૧૦ હજાર દેવાનું નક્કી થતા પ્રદિપ શુકલાએ એસીબીને જામ કરતા છટકુ ગોઠવાયું હતું અને કા.પા.ઈ. વતી સીંધી મુકેશ લાખાણી નામનો શખ્સ રૂા.૧૦ હજારની લાંચ લેતાની સાથે જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો ત્યારબાદ કા.પા.ઈ. આર.જી. શુકલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ આ બનાવથી મહાનગરપાલિકા તથા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામેલ છે.

Previous articleસિહોરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
Next articleમહાપાલીકામાં દિવાળીની રજા બાદ મેયર, ડે.મેયર, ચેરમેનની હાજરી