ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર હેસ્ટિંગ્સે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

879

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સનું કરિયર ફેફડાની રહસ્યમંયી બીમારીના કારણે પૂર્ણ થઇ ગયું છે. હેસ્ટિંગ્સ જ્યારે પણ બોલિંગ કરતો હતો તેના ફેંફડામાંથી લોહી વહેવાનું શરૂ થઇ જતું હતું. હેસ્ટિંગ્સે પહેલા ટેસ્ટ અને વન ડેથી સંન્યાસ લીધો હતો. જ્યારે ટી-૨૦માં તે રમતો હતો. પરંતુ હવે આ બીમારીના કારણે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

હેસ્ટિંગ્સે ઓસ્ટ્રેલિયા માટે એક ટેસ્ટ અને ૨૯ વન ડે અને ૯ ટી-૨૦ મેચ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ૧ વિકેટ, વન ડે ક્રિકેટમાં તેણે ૪૨ વિકેટ, ટી-૨૦ ક્રિકેટમાં ૭ વિકેટ હાંસલ કરી છે. હેસ્ટિંગ્સે ૈંઁન્માં પણ રમી ચૂક્યો છે. ૨૦૧૪-૧૫ સીઝનમાં તે ચેન્નઇ સુપર કિંગ્સનો ભાગ હતો, જ્યારે ૨૦૧૬માં તે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી ચૂક્યો છે.

હેસ્ટિંગ્સે કહ્યું,’હું એક વ્યાપક સ્વાસ્થ્ય પરિક્ષણથી પસાર થઇ રહ્યો છું, ધ્યાન આપવા માટે યોગ્ય અને મહત્વપૂર્ણ વાત એ છે કે, હું ખરેખ હાલમાં સારા સ્વાસ્થ્યમાં છું, પરંતુ ગત કેટલાક સમયથી તણાવ પરિક્ષણ, બ્રોકોસ્કોપ અને એંજીયોસ્કોપ અને તેનાથી પણ વધારે બીમારીમાંથી પસાર થયો છું.’

Previous articleઆઈપીએલ : કેકેઆરએ મિચેલ સ્ટાર્કને મુક્ત કર્યો
Next articleમહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : ન્યૂઝિલેન્ડને હરાવી સેમી ફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયાની ટીમ