મહારાષ્ટ્ર : મરાઠા અનામતની જાહેરાત પહેલીએ થઇ શકે છે

1100

મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. એમ માનવામાં આવે છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતે આની જાહેરાત કરી શકે છે. આનો સંકેત પણ ફડનવીસે પોતે જ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે ઉજવણી કરવાની તૈયારી કરી લેવાની જરૂર છે. પછાત વર્ગ પંચના રિપોર્ટ બાદ રાજ્યની ફડનવીસ સરકાર સંકેત આપી રહી છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે મરાઠા અનામત માટેની જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રદેશના પછાતવર્ગ પંચે મરાઠા અનામતને લઇને અહેવાલ ગુરુવારના દિવસે મુખ્ય સચિવને આપી દીધો છે. અહેમદનગરમાં એક રેલી દરમિયાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, અમને લઘુમતિ પંચ તરફથી મરાઠા અનામતને લઇને અબહેવાલ મળી ચુક્યો છે. પહેલી ડિસેમ્બરના દિવસે ઉજવણી કરવાની તૈયારી કરી લેવામાં આવે તે સમય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યમાં મરાઠા આંદોલનને લઇને હિંસા થઇ હતી. અનામતને લઇને આંદોલન વેળા તોફાનો થયા હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ફડનવીસ સરકારે અનામતને લઇને રચનાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના જુદા જુદા ક્ષેત્રોના નેતાઓ સાથે બેઠક થઇ છે. મરાઠા સમુદાયને કાયદાકીયરીતે અનામત આપવા એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર મરાઠા અનામતને લઇને અનામતની તરફેણમાં છે. ટૂંક સમયમાં જ નિર્ણય કરવામાં આવશે. ૨૫મી જુલાઈના દિવસે મુંબઈમાં બંધ દરમિયાન હિંસા થઇ હતી.

 

Previous articleરામાયણ એક્સપ્રેસ શરૂ : ‘ભગવાન’ રામ બન્યા પહેલા યાત્રી!
Next articleભાજપ પ્રવક્તા કાગધામની શુભેચ્છા મુલાકાતે