સ્ટાર ઈંગ્લેન્ડ ખેલાડી વાઈને રૂનીની શાનદાર વિદાય થઈ

1096

ઇંગ્લેન્ડના મહાન ફુટબોલ ખેલાડી વાઈને રૂની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી હવે નિવૃત્ત થઈ ગયો છે. રૂનીને વિદાય આપવા માટેની મેચમાં ઇંગ્લેન્ડે ૩-૦થી અમેરિકા ઉપર જીત મેળવી હતી. વાઈને રૂની વિશ્વના સૌથી દિગ્ગજ ફુટબોલ ખેલાડી પૈકી એક તરીકે રહ્યો છે. આ મેચ વાઈને રૂનીને વિદાય આપવા માટે યાદગાર બની ગઈ હતી. મેચને દ વાઈને રૂની ફાઉન્ડેશનનું નામ આપવામાં આવ્યું હતું. બીજા હાફમાં તે મેદાનમાં ઉતર્યો હતો. અલબત્ત તે કોઈ ગોલ કરી શક્યો ન હતો પરંતુ તેની ધરખમ રમત જોવા મળી હતી. રૂનીએ પોતાની કેરિયરની ૧૨૦મી મેચ રમી હતી  જે તેની કેરિયરની છેલ્લી મેચ હતી. ઇંગ્લેન્ડ માટે આ મેચમાં ત્રણ ગોલ ફટકારવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડના દિગ્ગજ સ્ટાર ખેલાડીઓમાં સામેલ રહેલા વાઈને રૂનીએ કેરિયરની છેલ્લી મેચ રમી ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં ફુટબોલ ચાહકો મેદાન ઉપર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ફ્રેન્ડલી મેચને જોવા ટીવી ઉપર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાઈને રૂનીને ઈંગ્લેન્ડના મેચ વિનર ખેલાડી તરીકે જોવામાં આવતા હતા. રૂની અનેક ટોચની ફુટબોલ ક્લબ તરફથી પોતાની કેરિયર દરમિયાન રમ્યો હતો. જેમાં એવર્ટન, માન્ચેસ્ટર યુનાઈટેડ, ડેસી યુનાઈટેડનો પણ સમાવેશ થાય છે. તે પોતાના દેશની ટીમ તરફથી વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૮ દરમિયાન રમ્યો હતો. વાઈને રૂનીએ પોતાની ટીમ તરફથી ૫૩ ગોલ ફટકાર્યા છે.  વાયને રૂનીએ ખૂબ નાની વયમાં ફુટબોલ રમવાની શરૂઆત કરી દીધી હતી. તેની કુશળતાને ધ્યાનમાં લઈને તેની ઝડપથી નોંધ લેવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૦૩માં માત્ર ૧૭ વર્ષની વયમાં તે ઇંગ્લેન્ડની ટીમમાં પ્રવેશી ગયો હતો. ત્યારબાદથી સતત ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચોમાં રમી રહ્યો હતો. એક પછી એક મોટી સિદ્ધિઓ પણ તેના દ્વારા હાંસલ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ તરફથી રમતા તે અનેક મેચમાં પોતાની ટીમને જીતાડી દેવામાં સફળ રહ્યો હતો. તેના શાનદાર દેખાવનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે તે ચાર વખત ઈંગ્લેન્ડ પ્લેયર ઓફ દ યર તરીકે જાહેર થયો હતો.

Previous articleજો રૂટની શાનદાર સદીએ વિરાટ કોહલીને છોડ્યો પાછળ
Next articleસસ્તા અનાજની દૂકાનોમાં ફેરફારો, ૧૦૦ રૂપિયામાં મળશે ગેસ ક્નેક્શન