સસ્તા અનાજની દૂકાનોમાં ફેરફારો, ૧૦૦ રૂપિયામાં મળશે ગેસ ક્નેક્શન

968

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા નિયામકે નવા બારકોડ રેશનકાર્ડ મેળવતા નાગરિકો માટે એક પરિપત્ર બહાર પાડ્‌યો છે, જેમાં જણાવાયું છે કે ૧ ડિસેમ્બર ૨૦૧૮થી તમામ પ્રકારની કેટેગરી વાળા રેશનકાર્ડ ધારકોને હવેથી ગેસ જોડાણ મેળવવાના હેતુ માટેનું જ નવું રેશનકાર્ડ ઈસ્યુ કરાશે. અમદાવાદ સહિત આઠ નગર બાલિકાઓમાં ૧-૯-૨૦૧૮થી એ પી એલ કાર્ડધારકોને કેરોસીન બંધ કર્યા બાદ સમગ્ર રાજ્ય ભરના એ પી એલ રેશનકાર્ડ ધારકોને ૧-૧૨-૨૦૧૮થી કેરોસીનનુ વિતરણ બંધ કરાશે.

જિલ્લાઓના હેડ વિસ્તારો તેમજ ૧૩૫ નગરપાલિકાઓના બી પી એલ તેમજ અંત્યોદય પરિવારોને સબસીડીના ભાગરુપે ઉજ્જવલા યોજના હેઠળ મહતમ પરિવારોને ગેસ જોડાણ આપવાનું કામ હાલ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મ્ઁન્ તેમજ અંત્યોદય પરિવારોને ૧૦૦ રુપિયામાં જ ગેસ જોડાણનુ કનેકશન આપવાનું કામ ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય મ્ઁન્ અને અંત્યોદય પરિવારો કે જે ગેસ કનેકશન ધરાવતા નથી તેઓ નજીકની ગેસ એજન્સીમાં જઈને પણ જાતે ઉજવ્વલા યોજનાનો લાભ લઈ શકશે.

પ્રમાણે રાજ્ય ભરના રેશનદુકાનદારો પણ ૧૬મી નવેમ્બરથી પોતાની જાતે જ ઓનલાઈન પરમિટ બનાવીને ઓનલાઈન બેક ચલણ જનરેટ કરીને કોઈપણ નાણાકીય પધ્ધતિનો અમલ કરીને જાહેર વિતરણ વ્યવસ્થા મુજબનો પુરવઠો દૂકાનમાં જ મેળવી શકશે. એટલે કે હવેથી દુકાનદારોને ઝોનલ કચેરી કે મામલતદાર કચેરી કે ગોડાઉનમાં સહીસિક્કા કરાવવા કે જવાની જરુર નહીં પડે.

Previous articleસ્ટાર ઈંગ્લેન્ડ ખેલાડી વાઈને રૂનીની શાનદાર વિદાય થઈ
Next articleઇનફાઈટમાં ઘવાયેલા ચાર માસના સિંહ બાળનું સારવાર દરમિયાન મોત