ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની રાષ્ટ્રીય ટ્રેનીંગ ટીમમાં અજયભાઈ ભટ્ટની પસંદગી

866

ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ ન્યુદીલ્હી દ્વારા સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં વીદ્યાર્થીઓ માટે જુદી-જુદી કેટેગરી માટે પસંદગી થતી હોય છે. તેમ શિક્ષકો માટે જુદી-જુદી તાલીમ ગોઠવાતી હોય છે. તાજેતરમાં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ  દ્વારા પંચમઢી- મધ્યપ્રદેશ ખાતે આસીસ્ટન લીડર ઓફ ટ્રેનર ટ્રેનીંગ કેમ્પનું આયોજન થયું હતું જેમાં સમગ્ર ભારતના ૧૮ રાજયોના પ૦ શિક્ષકોની પસંદગી કકરવામાં આવેલ જેમાં ગુજરાત રાજયમાંથી અજયભાઈ ભટ્ટની પસંદગી કરવામાં આવેલ છે.  કેમ્પ દરમ્યાન માઈક્રો ટીચીંગ, પાવર પ્રેજંન્ટેશન ટીચીંગ એન્ડ લરનીંગ પ્રોસેસ દ્વારા વિવિધ રાજયના શિક્ષકો સાથે પ્રવૃત્તિ લક્ષી કાર્યકરી શ્રેષ્ઠ દેખાવ કરેલ અને નેશનલ ટ્રેનર્સ ટીમમાં પસદગી પામેલ આવતા દિવસોમાં રાજય પુરસ્કાર, રાષ્ટ્રપતિ પુરસ્કારના વિદ્યાર્થીઓ તેમજ બેજીક, એડવાન્સની તાલીમ લેતા શિક્ષકો તે માર્ગદર્શન અને તાલીમ રાજયભાઈ દ્વારા આપવામાં આશવે. હાલ રાજયમા સહમંત્રી અને જિલ્લા મંત્રી તરીકે માનદ સેવા આવતા અજયભાઈ જિલ્લા અને રાજય ઉપરાંત જુદા-જુદા રાજયના સ્કાઉટ-ગાઈડ અને શિક્ષકોને તાલીમ આવશે તેઓની આ સિધ્ધી અને પસંદગીબ દલ જિલ્લા સંઘના પદાધિકારીઓ દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને રાજયના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા અને પાઠવવામાં આવેલ.

Previous articleરાજુલા મહાકાળી મંદિર તુલસી વિવાહ ઉજવાશે
Next articleકેબલ સ્ટેઈડ બ્રીજથી વૈશાલી પેટ્રોલપંપ સુધીમાં હાઈમાસ્ક ટાવર, લાઈટીંગ સુવિધાથી ઝળહળશે