ભાવનગરથી સુરત ત્રણ કલાકમાં  પહોંચાશે :૯મીથી રો-રો ફેરી સર્વિસ શરૂ

1152

ભાવનગરથી ઘોઘા અને સુરતના હઝીરા વચ્ચે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે રો-રો ફેરી શરૂ થઇ રહી છે. અત્યારે દહેજ અને ઘોઘા વચ્ચે રો-રો ફેરી ચાલી રહી છે. હવે ગુજરાત મેરિટાઇઝ બોર્ડ અને ઇન્ડિગો સીવેઝ પ્રાઇવેટ લીમિટેડના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.

આ ફેરી સર્વિસથી ઘોઘા અને હઝીરા વચ્ચે ૧૦ કિમીનું અંતર માત્ર ૩.૧૫ કલાકમાં કપાઇ જશે. જ્યારે રોડથી ભાવનરગ-સુરત વચ્ચેનું અંતર ૩૬૦ કિમી છે. જ્યારે દરિયાઈ માર્ગમાં આ અંતર માત્ર ૬૭ નોટિકલ માઈલ્સ જેટલું છે.

હઝીરા ભાવનગરથી ૨૦ કિ.મી દૂર આવેલું છે. આથી ઘોઘા જવા માંગતા યાત્રીઓ ફેરી જવા માટે એસ્સાર જેટ્ટી સુધી ૧૫ મિનિટનો પ્રવાસ કરવો પડશે. અત્યારે લોકો દહેજ જવુ પડે છે જેમાં તેમને ઘોઘા પહોંચતા દોઢ કલાક સુધીનો સમય લાગે છે. આ ફેરીમાં ૨૨૫ યાત્રીઓની કેપેસિટી છે. તે દિવસની એક રાઉન્ડ ટ્રિપ કરશે. ફેરીને ઉત્સાહ જનક પ્રતિસાદ મળ્યા પછી કંપની ઘોઘા હઝીરા રૂટ પર પણ ઘોઘા જેવી સર્વિસ શરૂ કરવા માંગે છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હઝીરામાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં એસ્સાર ગૃપની સ્ટેટ ઑફ ધ આર્ટ જેટ્ટી છે. ૈંજીઁન્ હઝીરાની એસ્સાર જેટ્ટીનો ઉપયોગ કરીને ઘોઘા હઝીરા વચ્ચે રો-રો સેવા શરૂ કરશે. આ સેવા સફળ જવાની પૂરેપૂરી શક્યતા છે.

Previous articleકોંગ્રેસ અને ગાંધીની વાતો કરનાર ભાજપ આરએસએસમાં મુસ્લિમને બેસાડે : શંકરસિંહ વાઘેલા
Next articleજો સાઈકલ રોકશો તો તમારા હાથ હેન્ડલ પરથી હટાવી દઈશું : અખિલેશ