માંડવી અને પાંચટોબરા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

1093

ગારિયાધારના માંડવી ગામે અને પાંચટોબરા ગામના રહેણાંકી મકાનમાં ગારિયાધાર પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં હેડ.કો.ભરતસિંહ વેગડ, કલ્પેશભાઇ જોગદીયા, વિજયભાઇ એમ મકવાણા, જીતેન્દ્રભાઇ મકવાણા, મયુરસિંહ ગોહિલ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો.વિજયભાઇ એમ મકવાણા તથા કલ્પેશભાઇ જોગદીયા ના ઓ ને મળેલ સંયુકત બાતમી આધારે માંડવી ગામ તા.ગારીયાધારનાં આરોપી મહરીભાઇ નાનુભાઈ ડેર આહિર રહે માંડવી વાળાઓની વાડીમાં બોટલ નંગ ૨૪ જેની એક બોટલની કિંમત આશરે ૩૦૦/- લેખે રૂ.૭૨,૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. જ્યારે બીજી રેડમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. મયુરસિંહ ગોહિલ તથા જીતેન્દ્રભાઈ ડાંગરને મળેલ સંયુક્ત બાતમી આધારે પાંચટોબરા ગામ તા.ગારિયાધારના કિશોરભાઈ ઓઢાભાઈ માંજરીયાના રહેણાંકી મકાનમાં દારૂની જુદી-જુદી બ્રાંન્ડની બોટલ નંગ ૭૦/- જેની એક બોટલની કિંમત આશરે ૩૦૦/- લેખે રૂ.૨૧,૦૦૦/- નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત આરોપીને પકડી પાડી પ્રોહિ કલમ ૬૫.(એ)(ઇ).૧૧૬(બી) મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleએસબીઆઈ ભાવનગર યુનિટ દ્વારા મુદ્રા લોન સેમિનાર યોજાયો
Next article‘લોકસંસાર’ના અહેવાલનો પડઘો : હાઈ-વે પર જીવલેણ ખાડા પુરાયા