રાણપુરના ઉદ્યોગપતિએ સાથે ભણતા કલાસના પ૦ વર્ષ જુના વિદ્યાર્થીઓને બોલાવી ઉજવણી કરી

768

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્ષપીન બેરીંગ્સ કંપનીના માલિક ભુપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા ૧૯૬૮ ની સાલમાં રાણપુર ની ધી.જન્મભુમિ હાઈસ્કુલ માં ભણતા હતા ૨૦૧૮ ના ચાલુ વર્ષ દરમ્યાન ૫૦ વર્ષ પુર્ણ થતા તેવો એ ધી.જન્મભુમિ હાઈસ્કુલના ક્લાસ વર્ગ માં સાથે ભણતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બોલાવીને બે દીવસ ઉજવણી કરી હતી જેમા ક્લાસ માં સાથે ભણતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનુ સન્માન કરવામાં આવ્યુ સાથે સંગીત સંધ્યા,જુની રમતો જેવા કાર્યક્રમો યોજાયા હતા જ્યારે ભુપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા અને મુકુંદભાઈ વઢવાણાની સાથે ભણતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ધી.જન્મભુમિ હાઈસ્કુલની મુલાકાત કરી હતી જે ક્લાસ વર્ગ માં ભણતા હતા તે ક્લાસમાં બેસીને જુની વાતો ને યાદ કરીને સૌ ભાવવિભોર થયા હતા આ અંગે ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમે ૧૯૬૮ ના વર્ષમાં સાથે ભણતા તમામ વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓએ સાથે મળીને ૫૦ વર્ષ પુર્ણ થતા ભવ્ય ઉજવણી કરી છે અમે સૌ ભેગા થતાની સાથે જ એક પુરાણીક યાદો ને વાગોળીને અમે સૌ ખુશ થયા છીયે ૧૯૬૯ ની સાલ માં અમે પરીક્ષા આપીને સ્કુલ છોડી તે અનુસંધાને ૬૯ હજાર રૂપિયાનુ દાન રાણપુર પાંજરાપોળ ને આપવામાં આવશે આ કાર્યક્રમમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અને ૧૮૬૮ના ક્લાસ વર્ગ મેમ્બર મુકુંદભાઈ વઢવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleકલ્યાણપુર ગામે તુલસી વિવાહ…
Next articleપંચાક્ષર મંત્રથી પાપ, તાપ અને સંતાપ દુર થાય – સીતારામબાપુ