જલાલપુર ખાતે ૧૦૮માં જ મહિલાની ડીલવરી કરી બે બાળકોને બચાવાયા

1427

સરકાર દ્વારા ઈમરજન્સીમાં  તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે  થયને ૧૦૮  સેવા પ્રજા માટે અમલ માં મૂકી.આજ સુધી ૧૦૮ દ્વારા અનેક લોકો ના જીવ બચાવ્યા છે.  અનેક લોકો ને મોત ના મુખમાથી ૧૦૮ ના કર્મચારી ઓ બહાર લાવ્યાં છે. ત્યારે આજરોજ ગઢડા તાલુકાના જલાલપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા..

તેમને અચાનક પ્રસુતિનો દુખાવો થતાં તેમને ૧૦૮મા ફોન કરેલ ત્યારે ઢસા ૧૦૮ના ડોકટર કુલદીપસિંહ અને પાયલોટ ભરતભાઈ, ગઢવી જલાલપુર વાડી વિસ્તારમાં જવા રવાના થયા ઘટનાસ્થળે પહોંચી મહિલા ની ડોકટરી તપાસ કરતાં જાણવાં મળેલ કે મહિલા દર્દીને વધું પડતો પ્રસુતિનો દુખાવો થતાં અને મહિલા દર્દીની સ્થિતિ વધું પડતી નાજુક હોવાંથી ૧૦૮ ના ડોકટર કુલદીપસિંહ અને પાયલોટ ભરતભાઈ ગઢવી દ્વારા મહિલા દર્દી ની ડીલવરી ૧૦૮ મા જ કરવાની ફરજ પડેલી.

૧૦૮મા જ ડીલવરી થતાં જ મહિલા ના પરિવાર વાળા દંગ જ રહી ગયા હતા.થોડા સમય માટે તો લોકો ના હ્રદય ના ધબકારા ચુકી ગયા હોય તેવી સ્થિતિ થઇ ગય હતી. પરંતુ ક્ષેમકુશળ બે બાળકો નો જન્મ એક સાથે થય જતા અને બાળકો એક સાથે રડતાં મહિલા દર્દી ના પરિવાર ના ચહેરા ખુશી ઉઠ્યા હતા અને મહિલા દર્દી ની સ્થિતિ જોઈ ને ૧૦૮ ટીમ દ્વારા તાબડતોબ દામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

દર્દી ના પરિવાર તથા ગામનાં લોકો દ્વારા ડોકટર કુલદીપસિંહ અને પાયલોટ ભરતભાઈ (સૈલેશભાઇ) ગઢવીને તેમની ફરજ અને કામગીરી થી ખુબ જ  બિરદાવ્યા હતાં.

Previous articleGMDCના જનરલ મેનેજર ગર્ગની બદલી થતા વિદાય સમારોહ યોજાયો
Next articleરાજુલા ભાજપના યુવા નેતા રણછોડભાઈ મકવાણા દ્વારા તુલસી વિવાહનું આયોજન