રાણપુરમાં હૃદય રોગનો ફ્રી નિદાન કેમ્ય યોજાયો

706

બોટાદ જીલ્લાના રાણપુરમાં રૂક્ષમણીબેન અમૃતલા શેઠ સ્કુલ ખાતે રદય રોગનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમા અમદાવાદના રદય રોગના નિષ્ણાંત ડો.તરૂણભાઈ દવે અને તેમની ટીમ દ્વારા દર્દીઓનુ નિદાન કરવામાં આવ્યુ હતુ જેમાં હૃદયનો દુખાવો, હૃદયના વાલ્વની બિમારી,રદય ના ધબકારાની તકલીફ, બીપી, ડાયાબીટીસ જેવા રોગોનુ નિદાન કરવામાં આવ્યુ હતુ આ ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જ્યારે સારવાળ ની જરૂરીયાત વાળા ગરીબ દર્દીઓને માં કાર્ડ ધરાવતા હોય તેવા દર્દિઓને ફ્રી સારવાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્ય

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાણપુરના જાણીતા ડોક્ટર સંજયભાઈ અગોલા, કલ્પેશભાઈ વ્યાસ મેડીકલવાળા, લાલાભાઈ તલશાણીયા, રાજીવભાઈ ગદાણી, ભરતભાઈ ચૌહાણ, રાજુભાઈ નારેચણીયા, પ્રવિણભાઈ ધલવાણીયાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Previous articleરાળગોનના ચિંતન બારૈયાની બ્રાહ્ય પરિક્ષામાં જિલ્લામાં પસંદગી
Next articleધંધુકાના મહાકાળી મંદિરે પ૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો