ધંધુકાના મહાકાળી મંદિરે પ૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો

1131

ધંધુકા મહાકાળી મંદિર ખાતે સામાજીક સમરસતા સમિતિ દ્વારા આયોજીત પ૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો જેમાં અનેક સંતો, મહંતો સામાજિક આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

હાલના સમયમાં સામાજીક વાતાવરણમાં વિષમતાઓ જોવા મળે છે. જ્ઞાતિઓ – જ્ઞાતિઓ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે. એક બીજી જ્ઞાતિઓ વચ્ચે ભેદભાવ જોવા મળી રહ્યો છ. જે રાષ્ટ્રના હિતમાં નથી રાષ્ટ્રની સર્વાગીણ ઉન્નતિ માટે દરેક સમાજ ભેદભાવ ભુલી કદમથી કદમ મિલાવે તે આજના સમયની તાતી જરૂરિયાત છે. આ વિષયનું ચિંતન-મનન કરીને સામાજિક સમરસતા સમિતિ, ધંધુકા તાલુકા દ્વારા પ૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા પંથકની વિવિધ ૪૦ જ્ઞાતિઓના ૭૬ યુગલોએ ભાગ લઈને સમરસતા મહાયજ્ઞની ધન્યતા અનુભવી હતી. સાથે સાથે મહાયજ્ઞમાં દર્શનનો લાભ લેનાર મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સહભાગી બન્યા હતાં. ધંધુકાના સુપ્રસિદ્ધ પંડિતજી રાજુભાઈ આચાર્યના આચાર્યપદે મહાયજ્ઞ સંપન્ન થયો.

આ સામાજિક સમરસતા મહાયજ્ઞમાં કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી (સ્વામિ નારાયણ મંદિર, ધંધુકા), ધર્મ પ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી), સ્વામીનારાયણ ગુરૂકુળ – ધંધુકા) યોગી મહારાજ સેવાનાથજી બાપુ, પુજારી રાજેન્દ્રદાસજી મહારાજ, રામોમહન દાસજી મહારાજ વગેરે સંતો મહંતોના શુભ આશીર્વચન સૌને મળ્યા હતાં. આ મહાયજ્ઞના મુખ્ય વકતા કેશવભાઈ આણેરાવે સામાજીક સમરસતા સમિતિના સંયોજકે જણાવ્યું હતું કે બધા હિન્દુઓ એક માતાના સંતાન છે. કોઈપણ હિન્દુ નીચો નથી, હિન્દુ રક્ષાએ મારી દીક્ષા છે. તથા સમાનતા મારો મંત્ર છે. આ મહાયજ્ઞમાં વિવિધ જ્ઞાતિના લોકોએ સામાજીક સમરસતાનું ઉતકૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Previous articleરાણપુરમાં હૃદય રોગનો ફ્રી નિદાન કેમ્ય યોજાયો
Next articleભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મૌલિક પંડયા જિલ્લામાં પ્રથમ