પંદર દિવસમાં ભાવનગર રેન્જમાં લોકોએ માસ્ક ન પહેરી ૧.૦૬ કરોડનો પોલીસને કર્યો ચાંદલો

199

ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરવામાં આવેલ લોકડાઉન, અનલોક તથા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ૩૦ એપ્રિલ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલ છે. લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ -કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા ૧૫ દિવસમાં ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂ.૧.૦૬ કરોડનો દંડ વસૂલવામાં આવેલ છે. ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર ૧૦૬૨૩ કેસો કરી રૂ.૧,૦૬,૨૩,૦૦૦ નો દંડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર કેસ-૫૪૨૦ અને દંડ રૂ.૫૪,૨૦,૦૦૦, અમરેલીમાં કેસ-૪૦૭૧ અને દંડ રૂ.૪૦,૭૧,૦૦૦ તથા બોટાદમાં કેસ-૧૧૩૨અ અને દંડ રૂ.૧૧,૩૨,૦૦૦ વસુલાયો હતો. આ ઉપરાંત આઈપીસીની કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧ અને એપેડેમિક ડીસીસ એકટ હેઠળ કુલ ૧૭૦૭ ગુન્હા દાખલ કરી ૧૬૪૯ આરોપી અટક કરવામાં આવેલ છે આમાં ભાવનગર ૯૯૬ કેસ સાથે ૯૩૬ આરોપી અટક, અમરેલીમાં ૪૪૭ કેસ અને આરોપી અટક-૪૪૮, બોટાદમાં ૨૬૪ કેસ અને ૨૬૫ આરોપી અટક કરાયા છે. ભાવનગર રેન્જમાં મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ ૧૧૧૬ વાહનો ડીટેઇન કરી રૂ. ૧૭,૫૬,૫૦૦નો દંડ કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લામાં ૨૮૫ વાહન ડીટેઇન કરી રૂ.૯,૯૭,૮૦૦ દંડ, અમરેલી જિલ્લામાં ૫૭૩ વાહન ડીટેઇન કરી રૂ.૫,૮૪,૪૦૦ દંડ તથા બોટાદ જિલ્લામાં ૨૫૮ વાહન ડીટેઇન કરી રૂ.૧,૭૪,૩૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે.

Previous articleદેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના કુલ ૨,૫૯,૧૭૦ પોઝિટિવ કેસ
Next articleરાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને મળેલ ૧૦ સંજીવની રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે