ભાવનગર જિલ્લાના ત્રણ પેન્શનર્સ સંગઠનોની વણઉકેલ્યા પ્રશ્નો મુદ્દે કલેકટર સમક્ષ રજૂઆત

32

આવેદનપત્ર સમયે પેન્શનર્સ મંડળના હોદેદારોએ હાજરી આપી
ભાવનગર જિલ્લા પેન્શનરોના જુદા-જુદા ત્રણ સંગઠનો જેમાં ભાવનગર જિલ્લા પેન્શનર મંડળ, રીટાયર્ડ પીપલ્સ વેલફેર સોસાયટી તથા ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી, જેમાં તેઓ ના વિવિધ મુદ્દાઓ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડી.એ ના હપ્તા છુટા કરવા, મેડિકલ ભથ્થું 300 થી વધારી 1000 કરવું, સાતમાં પગાર પંચના મુજબ વધારાની પેન્શન ચૂકવવા, રીસ્ટોરેશન પેન્શન 15 વર્ષના સ્થાને 12 વર્ષની ગણતરી કરવી, નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવી, 80 વર્ષ પછી વધારાની ફોર્મ્યુલા પરિવર્તન કરવી, પેન્શનરોને ઇન્કમટેક્સ માંથી મુક્તિ આપવા, વન રેન્ક વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવાસહિતની માંગીણીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે રજૂવાત કરવા એકઠા થયા હતા. આ આવેદનપત્ર વેળા એ ભાવનગર જિલ્લા પેન્શનર મંડળના અધ્યક્ષ નીતિનભાઈ પંચોલી, મહામંત્રી મણીભાઈ અધેડા, પ્રમુખ રવિભાઈ બારૈયા, રિટાયર્ડ પીપલ્સ વેલફેર સોસાયટીના પ્રમુખ બી.જે પરમાર, ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ અધ્યક્ષ જીતેન્દ્ર વચ્છરાજાની, પ્રમુખ પરબતભાઇ પટેલ, ઉપ-પ્રમુખ ટી.ડી.પટેલ, મહામંત્રી બિપીનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.