મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર

560

દુષ્કાળ માટે વળતર અને આદીવાસીઓને વન અધિકાર સોંપવાની માગણીને લઈને મહારાષ્ટ્રના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તાઓ પર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હોવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠેબે ચડી છે. ખેડૂતોના ગુસ્સાને અને તેમની ભારે સંખ્યાને જોતા ટ્રાફિક એલર્ટ જાહેર કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતે ખેડૂતો સાથે વાત કરશે એમ જણાવ્યું છે. ગુરુવારની સવારે પાંચ વાગે ખેડૂતોએ ચૂનાભટ્ટીથી પાંચ વાગ્યે કૂચ શરૂ કરી. અહીંથી વિધાનસભા અને ત્યાંથી આઝાદ મેદાન પહોંચવાની યોજના હતી. ખેડૂતો આજે સવારે ૧૧ વાગે મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયા છે. પ્રશાસન સતર્ક છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તહેનાતી કરાઈ છે.

મુંબઈ પોલીસે ટ્રાફિક એલર્ટ પણ જાહેર કરી છે.

સાઉથ મુંબઈથી શરૂ થયેલી ખેડૂતોની કૂચ જે જે ફ્‌લાયઓવર, લાલબાગ ફ્‌લાયઓવર અને પરેલ ફ્‌લાયઓવર થઈને દાદર તરફ આગળ વધી રહી છે. ટ્રાફિક પોલીસે આ વિસ્તારો તરફ જઈ રહેલા અને આવતા ટ્રાફિક માટે એલર્ટ જાહેર કરી છે. મુંબઈ પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ કૂચ દાદર પહોંચી છે.

Previous articleહાફીઝ સામે કાર્યવાહી કરવા ભારતની પાસે ક્ષમતા જ નથી
Next articleમાલ્યાને ફટકો : લંડનની સંપત્તિ હાથમાંથી જઇ શકે