મારી જિંદગીનો સૌથી વધુ મેકઅપ ’૨.૦’માં લગાડ્યોઃ અક્ષય કુમાર

1167

અક્ષય કુમારે જણાવ્યું કે ’૨.૦ મારા માટે એક ચેલેન્જિંગ ફિલ્મ છે. મને શંકર પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હું હંમેશા કહું છું કે શંકર ડાયરેક્ટર નહીં સાયન્ટિસ્ટ છે. આ ફિલ્મ માટે મને મેકઅપ લગાવતા સાડા ત્રણ કલાકનો સમય લાગતો હતો. તો મેકઅપ ઉતારવામાં પણ મને દોઢ કલાક જેટલો સમય લાગતો હતો.’  શંકરની ફિલ્મ ‘૨.૦’માં સુપરસ્ટાર રજનિકાંત અકથી વધારે રોલ્સમાં જોવા મળશે. અક્ષય કુમાર પણ આ પહેલા ક્યારેય ન જોવા મળ્યો હોય તેવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ થ્રીડીમાં કરાયું છે. ફિલ્મ ૨૦૧૦માં આવેલી સાઇફાઇ થ્રિલર રોબોટની સિક્વલ છે. ડાયરેક્ટર શંકર જણાવે છે કે વીએફએક્સ અને એક્શન સિક્વન્સીસ શૂટ કરવા સૌથી ફિલ્મના સૌથી વધારે અઘરા પાટ્‌ર્સ હતા. આ ફિલ્મમાં ટેક્નોલોજી પર્યાવરણને કેવી રીતે નુક્સાન કરે છે તે દર્શાવાયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક્સના ઉપયોગ વિશે અક્ષય જણાવે છે કે, ‘૨.૦ મારા માટે એક ચેલેન્જિંગ ફિલ્મ છે. મને શંકર પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હું હંમેશા કહું છું કે શંકર ડાયરેક્ટર નહીં સાયન્ટિસ્ટ છે. આ ફિલ્મ માટે મને મેકઅપ લગાવતા સાડા ત્રણ કલાકનો સમય લાગતો હતો.

Previous articleકોંગ્રેસ લટકાવવા, અટકાવવા, ભટકાવવા વાળી પાર્ટી : મોદી
Next articleદિશા પટનીના સેક્સી ફોટો મામલે ચાહકમાં ફરી ચર્ચા