કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જાફર શરીફનું ૮૫ વર્ષની વયે નિધન

648

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સી કે જાફર શરીફનું ૮૫ વર્ષે નિધન થઇ ગયું છે. તેમણે રવિવારે બેંગલુરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, શરીફ શુક્રવારે નમાઝ પઢવા માટે જઇ રહ્યા હતા ત્યારે કારમાં પ્રવેશ કરતી વખતે તેઓ ઢળી પડ્યા હતા. તેમને બેંગલુરુના ફોર્ટીસ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પાર્ટી માટે એક દુઃ ખદ દિવસ છે. કર્ણાટકના અમારા વરિષ્ઠ અને સમ્માનિત સભ્ય, શ્રી જાફર શરિફ જી આજે આપણી વચ્ચે રહ્યા નથી. આ કપરા સમયમાં મારી સાહનુભૂતિ તેમના પરિવાર અને ફેન્સ સાથે છે.

કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ દીનેશ રાવે શરીફના મૃત્યું અંગે શોક વ્યક્ત કર્યો છે તેમણે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક અને સૌથી સફળ રેલવે મંત્રી તેમજ કર્ણાટકના પુત્ર શ્રી સીકે ઝફર શરીફનું નિધન થઇ ગયું છે. રાષ્ટ્રીય નેતા જેમણે તમામ સમુદાયો સાથે સાચી રીતે જોડાયેલા હતા, તેઓ એક સાચા ધર્મનિરપેક્ષ નેતા હતા.

નોંધનીય છે કે, હાલમાંજ કેન્દ્રીય મંત્રી અંબરીશનું મૃત્યું થયું હતું. તેમના મૃત્યું પર કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીએ રાજ્યમાં ત્રણ દિવસનો શોક ઘોષિત કર્યો હતો. અંબરીશની મૃત્યું હાર્ટ એટેકને કારણે થયું હતું.

Previous articleઇન્ડોનેશિયા વિમાન અકસ્માતઃ ભારતીય પાયલટના મૃતદેહની થઇ ઓળખ
Next articleમંદિર નિર્માણ માટે પૂર્ણ જમીન આપવા માટેની માંગણી કરાઈ