બોટાદ શહેરમાં અસામાજીક તત્વો પર પોલીસની લાલ આખ

1003

બોટાદ જીલ્લાના નવ નિયુકત પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામા ચાલતી અસામાજીક અને ગેરકાયદેસર પ્રવુતીઓ કરનાર ઇસમોને આવી પ્રવૃતિઓ કરતા સંદતર અટકાવવા અને નેસ્ત નાબુદ કરવાની ઝુંબેસ અંતર્ગત બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.કે.વ્યાસ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે વિસ્તારમાં રહેતા અસામાજીક અને માથાભારે તત્વો તથા પ્રોહી તથા જુગારની પ્રવુતિ સાથે સંકળાયેલ ઇસમોથી જાહેર જનજીવન શાંતિમય બંને તેમજ આવા ઇસમોથી પ્રજાજનો ભય મુકત રહે તેમજ આવી પ્રવુતિ કરનારા ઇસમો ગુન્હાઓ કરતા અટકે તેવા પ્રજાલક્ષી હેતુથી બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક અને માથાભારે તથા પ્રોહી જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ કુલ-૩૫ જેટલા ઇસમોને આજરોજ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી તમામ ઇસમોના ગુન્હાહિત ઇતિહાસની ચકાસણી કરી ભવિષ્યમાં આવા ગુન્હાઓ કરતા અટકે અને જાહેર જનજીવન શાંતિ અને સુમેળતા ભર્યુ બની રહે તે માટે આવી ગુનાહિત પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમોને ગુન્હાઓ અટકાવવા સારૂ સખ્ત કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ પામેલ છે.

Previous articleડો. વર્ગીસ કુરીયનના જન્મદિવસ નિમિત્તે નિકળેલી બાઈક રેલી સિહોર આવી પહોંચી
Next articleવલભીપુરમાં BPL ધારકોને ફ્રી ગેસ કીટનું વિતરણ કરાયું