ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં જોડાયા

779

ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અપરાજિતા સારંગી મંગળવારે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. સારંગી આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભુવનેશ્વરથી લોકસભા ચૂંટણી લડશે. ઓડિશા કેડરની ૧૯૯૪-બેચની આઇએએસ ઑફિસર સારંગીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ માટે અરજી કરી હતી. ૧૬ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીઆરએસ માટે તેમની અરજીને મંજૂરી આપવામાં આવી હતી.

ઓડિશામાં પોતાના કાર્યકાળ દરમિયાન સારંગીએ શાળા અને જન શિક્ષણ વિભાગના સચિવ અને ભૂવનેશ્વર નગરપાલિકાના કાર્યપાલક તરીકે કામ કર્યું હતું. ભાજપ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં તેમને ઓડિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી શકે છે.

રાજનીતિમાં સામેલ થવાના પોતાના નિર્ણયો પર સારંગીએ જણાવ્યું કે તે રાજ્યના લોકોની સેવા કરવા માંગે છે. હું લોકો માટે ખૂબ વિશાળ પાયે કામ કરવા માંગુ છું. રાજનીતિ જ એકમાત્ર મંચ છે જે આ પ્રકારની તક આપે છે. મને દૃઢતાથી લાગે છે કે રાજકારણમાં આવવાથી મને એક મોટું મંચ મળશે અને હું ઓડિશાના લોકો સાથે કામ કરવા માટે સક્ષમ છું.

ભૂતપૂર્વ આઈએએસ અધિકારીઓના લગ્ન સંતોષ સારંગી સાથે થયા છે જે હાલમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય હેઠળ સંયુક્ત સચિવ તરીકે કાર્યરત છે. વર્ષ ૨૦૧૩થી તેઓ કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર હતા અને તેઓ આ વર્ષે ઑક્ટોબરમાં ઑડિશા પાછા આવવાના હતા. પરંતુ તેમણે તેમના વરિષ્ઠ પદથી ૧૧ વર્ષ પહેલાં વીઆરએસ લેવાનો નિર્ણય લીધો.

 

Previous articleમહિને ૫૦૦૦ બેરોજગારી ભથ્થુ આપવા માટે ભાજપે વચન આપ્યું
Next articleસાર્ક સંમેલનમાં સામેલ થવા પીએમ મોદીને આમંત્રણ મોકલશે પાકિસ્તાન