અંધ ઉદ્યોગ શાળામાં એવોર્ડ વિતરણ સાથે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી

875

ભાવનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થા દ્વારા પ્રતિવર્ષ સંસ્થામાંથી શિક્ષણ મેળવી પ્રસ્થાપિત થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવતા એન.ડી.નેતરવાલા પ્રતિભા એવોર્ડ-૨૦૧૮ વાલજીભાઈ ભવાનભાઈ કંઝારિયાને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવતો ડૉ. કે.આર.દોશી કર્મયોગી એવોર્ડ-૨૦૧૮ શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ જયસુખગીરી શાંતિગિરી ગૌસ્વામીને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત  ગત તા.૨૬ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ‘પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે’ વિશિષ્ટ પ્રદર્શન અંગે પ્રતિભાવ વ્યક્ત કરનાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા ૧૧ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાના સમગ્ર જીવન પર લખેલ પુસ્તક જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારિત મૌલિક વિચારો લેખિતમાં વ્યક્ત કરવા અંગેની રાજ્યકક્ષાની રાજ્ય પારિતોષિક સ્પર્ધાને  ખુલ્લી મુકતા સ્પર્ધા વિશે વિશેષ માહિતી આપી હતી. જેમાં સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક પ્રત્યેક સ્પર્ધકોએ સૌપ્રથમ ઉઉઉ.ન્‌ર્જીંદ્ગછદ્ગૈં.ર્ઝ્રંસ્ વેબસાઈટની મુલાકાત લઇ તેમાં રહેલ સ્પર્ધાનીની લિંક પર જઈ ઓનલાઇન રજીસ્ટેશન  કરાવવાનું રહેશે. સમગ્ર સ્પર્ધા ઉંમર પ્રમાણે ત્રણ કેટેગરીમાં યોજાવવાની છે. સ્પર્ધામાં દરેક સ્પર્ધકે પુસ્તકનો સાર અને જે તે કેટેગરીમાં દર્શાવેલ પ્રશ્નોત્તરી મુજબ પુસ્તકના પ્રકરણ પર ૩૦૦ શબ્દોમાં રજૂઆત કરવાની છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન બે તબક્કામાં થયું છે. જેમાં પ્રથમ તબક્કા સ્પર્ધકોએ  પુસ્તકના વિવિધ પ્રકરણો પર પોતાના  મૌલિક વિચારોની રજૂઆત વેબસાઈટ પર દર્શાવેલ સ્પર્ધાના નિયમો અનુસાર લેખિતમાં તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાના રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ પ્રત્યેક સ્પર્ધકોને સમાલાપ માટે રૂબરૂ બોલાવી વિજેતાઓનું ડીકલેરેશન પસંદગી સમિતિ આપશે. જેમાં ત્રણેય કેટેગરીઓમાં પ્રથમ વિજેતાને રૂ. ૨૧,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/- અને તૃતિય વિજેતાને રૂ. ૧૧,૦૦૦/- જેવી મોટી ઇનામી રાશી ટ્રોફી સાથે આપવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાનાં પ્રમુખ શશીભાઇ વાધરે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું તેમજ મહેમાન તરીકે પરાગ ઓઝા અને મહેશ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અંધ શાળાના માનદ્‌ મંત્રી મહેશભાઈ પાઠકે અને આભારવિધિ ટ્રસ્ટી કનુભાઈ પટેલે કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન વિશિષ્ટ શિક્ષક જયેશભાઈ ધંધુકિયાએ કર્યું હતું.

Previous articleજાફરાબાદ માધ્યમિક શાળામાં સન્માન સમારોહનું આયોજન
Next articleજાફરાબાદ માધ્યમિક શાળામાં સન્માન સમારોહનું આયોજન