વ્યાજદરમાં ફેરફાર થશે કે કેમ તે અંગે બુધવારે નિર્ણય

571

આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હાલમાં ચાલી રહી છે. વ્યાજદર, સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે બુધવારના દિવસે અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આ બેઠક પર તમામ અર્થશાસ્ત્રીઓ અને બેંકરો દ્વારા નજર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. બેઠકમાં આરબીઆઇનુ વલણ સુ રહેશે, કેશ રિઝર્વ રેશિયો ઘટાડી દેવામાં આવશે કે કેમ અને વ્યાજદર ઘટાડી દેવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવનાર છે. જો કે મોટા ભાગના અર્થશાસ્ત્રી માને છે કે રેટ હાલમાં યથાવત રાખવામા ંઆવનાર છે. મિટિગ હાલમાં ચાલી રહી છે.  આ બેઠકના પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં  આવશે.

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેના ઉપર તમાની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. રિઝર્વ બેંક પાંચમી ડિસેમ્બરના દિવસે તેની આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Previous articleસાતમા પગાર પંચની માંગણીઓ સરકારે સ્વીકારી : કેબિનેટમાં મૂકાશે મંજૂરી માટે
Next articleકોંગ્રેસે ગંભીરતા દર્શાવી હોત તો કરતારપુર દેશમાં જ હોત