વાટલીયા ગામે વાડીમાં આવેલા દિપડાને વન વિભાગે પાંજરે પુર્યા

1055

તળાજાના બોરડા પંથકના વાટલીયા ગામે રાયુભાઈ જાડેજાની વાડીમાં દિપડો હોવાનું જાણવા મળતા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા તાકીદે ફોરેસ્ટ વિભાગનો કાફલો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટ ઓફિસર તળાજા ના ઈ.એફ.ઓ. કિંજલબેન જોશીના માર્ગદર્શન અને સુચના મુજબ દેશભા, હીરાભાઈ, અશોકભાઈ ઈનચ્ર્‌જ એમ.કે.વાઘેલા બી.એન. બલાસરા, પ્રવીણાબેન સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જીવતો દિપડો પાંજરે પુરી સફળતા મળી હતી અને દિપડીને ઝડપી પાંજરે પુરી સફળતા મળી હતી અને હાલ તળાજાના ફોરેસ્ટ ઓફિસ નર્સરીમાં લાવવામાં આવેલ છે અને વધુ બચ્ચા કે દિપડો છે. કે કેમ ? તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

Previous articleરાંધણગેસના બાટલાની ચોરી કરતી ગેંગને ગારિયાધાર પોલીસે ઝડપી લીધી
Next articleમહાપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ જારી રહેલુ દબાણ હટાવ અભિયાન