રાંધણગેસના બાટલાની ચોરી કરતી ગેંગને ગારિયાધાર પોલીસે ઝડપી લીધી

1077

ગારિયાધાર પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન પુર્વ બાતમીના આધારે રાંધણગેસના બાટલાની ચોરી કરતી ગેંગને ૧૯ બાટલા સાથે ઝડપી લીધી હતી.

ગારિયાધાર પો.સ્ટે.ની સર્વેલન્સ સ્કવોર્ડના પી.કે.ગામેતી, બી.એચ.વેગડ, દિલીપભાઈ ખાચર, શક્તિસિંહ સરવૈયા, મયુરસિંહ ગોહિલ, જે.એમ. ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે શક્તિસિંહ તથા દિલીપભાઈને રાંધણગેસના બાટલા ચોરી કરનાર શખ્સો ગારિયાધારના અર્જુન ટોકીઝની સામે, ઘાંચીવાડ જવાના રસ્તે ઉભા હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસે બાતમી વાળી જગ્યાએ જતા ઈરફાન ઉર્ફે હોલી ઈનુસભાઈ બેલીમ (ઉ.વ.ર૮) તથા ઈમ્તિયાઝ ઉર્ફે ઈમરાન દિલાવરભાઈ બેલીમ (ઉ.વ.૩પ) મળી આવતા બન્ને પકડી તેના કબ્જામાં રહેલા બેગેસના બાટલા ઝડપી લીધેલ તેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં બાદમાં વધુ પુછપરછ કરતા બન્ને મહાવીર નગરમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.  આરોપીઓની સઘન પુછપરછ કરતા અન્ય જગ્યાએથી પણ ગેસના બાટલાઓની ચોરી કરેલ. જેમાં અફઝલ ઉર્ફે ભાતા હારૂનભાઈ કાસમાણી (ઉ.વ.૩૮), અજય હિરજીભાઈ ગોહેલ, પ્રકાશ હીરાભાઈ સોલંકી તથા અયુબભાઈ મુસાફાઈ મહેતર સાથે હોવાનું જણાવતા અન્ય ચારેય ઈસમોની વધુ ૧૭ બાટલા સાથે ઝડપી લેવાયેલ આમ કુલ – ૧૯ બાટલા કિ.રૂેા. ૪૮ હજારના મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ કામગીરીમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.

Previous articleહોમગાર્ડઝ પરેડ દિનની ઉજવણી
Next articleવાટલીયા ગામે વાડીમાં આવેલા દિપડાને વન વિભાગે પાંજરે પુર્યા