રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ડેપ્યુટી સીએમ સચીન પાયલોટ

883

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો રાજસ્થાન મુખ્યપ્રધાન નક્કી કરવા મામલે નિર્ણય આખરે જાહેર થઈ ગયો છે. દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ જેમાં અશોક ગહેલોત અને સચીન પાઈલોટ ઉપસ્થિત રહ્યાં હતાં તેમાં સીએમ તરીકે અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ તરીકે સચીન પાયલોટની ઘોષણા કરવામાં આવી હતી.

ડીસેમ્બરના પરિણામો બાદ સીએમ પદ પરના રહસ્યનો પડદો સાથે ઊઠી ગયો છે. આજેપણ અશોક ગહેલોત અને સચીન પાયલટ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યાં હતાં. મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન પદના દાવેદારો અશોક ગહેલોત અને સચીન પાયલટ સાથે ઘણી બેઠકો કરી છે અને છેવટે  સીએમ તરીકે અશોક ગેલહલોત અને ડેપ્યુટી સીએમ તરીકે સચીન પાયલોટની જાહેરાત કરવામાં આવી છે. બંને હવે એકસાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવા આગળ વધશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસ્ક્રીપ્ટની પસંદગીમાં ગોથું કેમ ખાતા હશે..?!! : અર્શદ વારસી