કાળીયાબીડ કોમન પ્લોટ મુદ્દે રોષ ભેર રજૂઆત

966

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક યુવરાજસિંહ ગોહિલનાં અધ્યક્ષ પદે મળી હતી. આ બેઠકમાં કમિ.ગાંધી, નાય. કમિ. ગોવાણી, ડે.કમિ.રાણા, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહ્યા હતા. ૪૦ ઠરાવોમાંથી એક ઠરાવ પરત કોલી ૩૯ ઠરાવો ચર્ચા વિચારણાનાં અંતે પાસ કરાયાય હતા.

મળેલી આજની બેઠકમાં વહિવટી તંત્રનાં કેટલાંક પ્રશ્નો સંબંધે અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડયા, અનિલભાઈ ત્રિવેદી, અલ્પેશ વોરા, કુમાર શાહ, ધીરૂભાઈ ધામેલીયા વિગેરેએ વહિવટી ક્ષેત્રનાં પ્રશ્નો સંબંધે તંત્રને આડે હાથ લઈ એક પછી એક પ્રશ્નોમાં સચોટ રજુઆતો કરાય હતી.

બેઠકમાં રાજુ પંડયાએ ઠેર-ઠેર વેચાય રહેલા રજકાનાં સ્થળોએ ન્યુસસ થાય છે, તે બંધ કરાવવા સતત રજુઆત પછી પણ બંધ થયેલનથીની ગંભીર ફરીયાદો કરેલ. તેમણે કચરા પોઈન્ટની વાત કરી, ચેરમેન યુવરાજસિંહે કિધુ આવી રીતે રજકો વેંચાય તે બંધ કરાવો. અભયસિંહ ચૌહાણે દબાણ હટાવવાનું કામ ચાલુ રાખવું છે કે, બંધ કરવાનું છે તેવો મુદ્દો ઉભો કરીને કામ પધ્ધતિસર નો હોય તો માંડીવાળો છાપામાં અર્ધા પાના ભરીને વિગતો આવે છે, આના જવાબમાં ચેરમેન યુવરાજસિંહે કિધુ દબાણોમાં ગોબરૂ કામ નો કરો કામ પુરૂ કરો તોજ આ કામ કરજો. અનિલ ત્રિવેદીએ કોર્શીયલ ચાર્જ વસુલાતનો મુદ્દો રજુ કર્યો, અધિકારીઓ નોટીસો ન આપે તો કમિશ્નરે નોટીસો દેવી જોઈએ,તળાજા રોડ ખુલો નથી થયો. કુમાર શાહે પાઉચો ઠેર-ઠેર વેંચાયાની વાત કરી ઝબલા પણ ચાલુ છે, અનિલ ત્રિવેદીએ પાણીના પરબની વાત કરી તંત્રની ટીકા કરી. ધીરૂભાઈ ધામેલીયાએ સ્વીપર મશીન કેટલા કામ કરે છે તેની વિગત માંગી દોઢ ફુટ કામ કરે છે, ટાઈ લઈ મશીન ખરીદવા, વ્યજાબી નથી તેમણે બરોડામાં આવા મશીનો કેવું કામ કરે છે, તેની વિગતો આપી.

ડસ્ટબીન ઢાંકણા વગરનાં દિધા એકની એક દુકાનનાં દંડની વાત અભયસિંહ ચૌહાણે કરી દંડ દબાણ જેવો મુદ્દો બની જશે, ચાર વર્ષ પહેલા થયેલા ઠરાવ મુદ્દે વિગતે ચર્ચા કરી, અનિલ ત્રિવેદીએ પગાર લેતા કમર્ચારીઓની કામગીરી મુદ્દે રજુઆત કરી. સભ્યોએ સવાલો ઉપર સવાલો રજુ કરતા ચેરમેને એવી ટકોર કરી કે, બેઠકમાં બોલો છો સારી વાત છે પણ અધિકારીઓને પણ આવા ફોનો કરતા રહો એ જરૂરી છે. અલ્પેશ વોરાએ કોમન પ્લોટ મુદ્દે ચર્ચા કરી અભયસિંહ ચૌહાણે કાળીયાબીડનાં કોમ પ્લોટ બાબતે મહત્વપુર્ણ પ્રશ્નો ઉઠાંવ્યા કાયદાની જોગવાઈઓ મુજબ કોર્પોરેશને આવા પ્લોટોના કબ્જાઓ લઈ લેવા જોઈએ. તેવી રજુઆત કરી તેમણે આવા કોમન પ્લોટનો એક મુદ્દો ટાંકતા તેમણે રાજકોટમાં કોમન પ્લોટ મુદ્દે કેવી ગંભીર ઘટના બની તેની યાદી આપી તેમણે ગેરકાયદેસરના બિલ્ડીંગોનાં બાંધકામોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ખુલ્લા પ્લોટો પબ્લીક માટે હોવાનો નિર્દેશ કર્યો. કમિશ્નરે કાળીયાબીડનાં આવા કોમન પ્લોટ મુદ્દે કેટલીક કાનુની સ્થિતીની વિગતો જણાવી હતી.

સ્વચ્છ ભારત મીશન અંગે સ્વચ્છતા સેવકોને રાખવા, આ મુદ્દે પણ લાંબી ચર્ચાઓ થઈ ઈમરજન્સી ફાયર મુદ્દે ધીરૂભાઈ ધામેલીયાએ પણ કેટલીક મહત્વપુર્ણ ચર્ચા કરી. આજની બોર્ડ બેઠકમાં કાળીયાબીડ કોમન પ્લોટ મુદ્દે ઠીક-ઠીક  ચર્ચા થવા પામી.

બેઠકમાં તંત્ર દ્વારા અધુરા જવાબો દેવાય છે, તેના પુરાવ જવાબો દેવાની માંગ ઉઠાવાય, કેટલાંક અધિકારીઓ એ હવે પછીનાં બોર્ડમાં વિગત લેતા આવશું તેવા જવાબો દિધા. એંકદરે કારોબારી બેઠકમાં જે સભ્યોએ રજુઆતો કરી તેને તંત્ર વારા ચીલાચાલુ જવાબો દેવાયા હતા. બોર્ડમાં ચર્ચાને અંતે મોટા ભાગની દરખાસ્તો સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા.

કાળિયાબીડમાં શાળા માટે જગ્યા ફાળવાતા શિક્ષણ સમિતિમાં ખુશી

ભાવનગર મહાપાલિકાના મેયર સ્ટે. કમિટિના ચેરમેન, કમિશ્નર તથા કાળીયાબીડના નગરસેવક વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રયત્નથી કાળીયાબીડમાં શાળા માટે જગ્યાની ફાળવણીથી આવનારા દિવસોમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવી શાળાનું નિર્માણ  થશે જેના કારણે બાળકોની સંખ્યામાં વધારો થશે સાથે સાથે આ શાળામાં રમતનું ખુલ્લું અને મોટું મેદાન હોવાને કારણે બાળકોનું શારીરિક વિકાસ પણ થઈ શકશે. કાળીયાબીડ જેવા હાર્દ સમા વીસ્તારમાં નવી સરકારી શાળા બનાવા માટે જગ્યા ફાળવવા બદલ શિક્ષણ સમિતિના ચેરમેન સહિતે આભારની લાગણી વ્યક્ત કરેલ.

Previous articleગોપનાથ નજીકના રાજપરા ગામેથી વિનવિભાગે દિપડાને પાંજરામાં પુર્યો
Next articleમહુવામાં ટ્રક અડફેટે બાઈક ચાલકનું મોત