માલદિવના આર્થિક વિકાસ માટે ૧.૪ બિલિયન ડૉલરની મદદ કરશે ભારત

987

માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલ ત્રણ દિવસની ભારતની રાજકિય યાત્રા પર છે. એક મહિના પહેલા સત્તા સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ વચ્ચે વાતચીત થઇ. આ વાતચીતનો લક્ષ્ય બંન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, માલદિવના આર્થિક વિકાસ માટે ૧.૪ બિલિયન ડોલરની ભારત મદદ કરશે. આ સિવાય બંન્ને દેશો વચ્ચે ૪ વિષયો પર સમજુતી થઇ જેમાં વિઝાને લઇને સરળતા આપવાનો મુદ્દો સામેલ છે. તેમજ બંન્ને દેશો વચ્ચો કનેક્ટિવિટી બનાવવા ભારતે સહયોગ આપશે.

આ મુલાકાત દરમિયાન ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે કહ્યું કે, ભારત અમારો નજીકનો દેશ છે અને બંન્ને દેશોના લોકો મિત્રતા અને સાંસ્કૃતિક સમાનતાના સંબંધે જોડાયેલા છે.

 

 

 

Previous articleલોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ, વિપક્ષના હોબાળા પછી રાજ્યસભા સ્થગિત
Next articleદબંગ-૩માં સની લિયોનને આઇટમ સોંગ માટે લેવાઇ