’ભારત ઓસ્ટ્રેલિયા સામે હવે પછીની મેચ હારે તો કોહલી-શાસ્ત્રીની સમીક્ષા થવી જોઇએ’

1422

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સીધુ નિશાન તાક્યુ છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં મળેલી હાર બાદ ગાવસ્કર ગિન્નાયો અને બન્નેની ભુમિકા પર સવાલ ઉભા કરી દીધા હતા.

પર્થમા મળેલી કારમી હાર બાદ ગાવસ્કરે વિરાટ કોહલી અને રવિશાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા કરવા સુધી કહી દીધું. ગાવસ્કરે કહ્યું કે, જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હવે પછીની મેચો પણ હારે છે તો કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા થવી જોઇએ. ગાવસ્કરે ટીમના સિલેક્શનને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, સાઉથ આફ્રિકા પ્રવાસથી જ સિલેક્શનને લઇને મોટી ભૂલ કરવામાં આવી રહી છે. જો યોગ્ય રીતે સિલેક્શન કરવામાં આવે તો આ મેચ ટીમ જીતી શકતી હતી.

જો સ્ટીવ સ્મિથ અને વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયની ટીમ જીતી શકતી હોય તો સિલેક્ટર્સે વિચાર કરવાની જરૂર છે, કેમકે આપણને હાલના કેપ્ટન, કૉચ અને સહયોગી સ્ટાફથી કોઇ ફાયદો નથી થઇ રહ્યો. ગાવસ્કરે કેએલ રાહુલને લઇને પણ સવાલ કર્યો છે, તેને કહ્યું રાહુલને ટીમમાંથી બહાર કરવો જોઇએ, ભારત મોકલીને તેને ઘરેલું ક્રિકેટ મેચો રમવાનું કહેવું જોઇએ.

આઇપીએલ ઓકશન-૨૦૧૯  મૈકલમને કોઈએ ના ખરીદ્યો..!!

આઈપીએલની ૧૨મી સીઝન માટે થયેલી ખેલાડીઓની હરાજીમાં જ્યાં જયદેવ અને વરૂણ ચક્રવર્તી જેવા ખેલાડીઓની ધુમ રહી, તો યુવરાજ સિંહ અને લસિથ મલિંગા જેવા ખેલાડીઓ પોતાની બેઝ પ્રાઈઝ મેળવી શક્યા. કેટલાક એવા પણ દિગ્ગજ ખેલાડીઓ રહ્યા જેમને કોઈ ફ્રેન્ચાઈઝે ખરીદવાની તસ્દી ન લીધી. આમાં સૌથી ચોંકાવનારૂ નામ બ્રેડન મૈકલમનું નામ સમાવેશ થાય છે.

બ્રેડન મૈકલમ- ન્યૂઝીલેન્ડ બેઝ પ્રાઈઝ ૨ કરોડ

ડેલ સ્ટેન- સાઉથ આફ્રીકા બેઝ પ્રાઈઝ ૧.૫ કરોડ

ક્રિસ વોક્સ- ઈગ્લેન્ડ બેઝ પ્રાઈઝ ૨ કરોડ

શોર્ન માર્શ- ઓસ્ટ્રેલિયા બેઝ પ્રાઈઝ ૨ કરોડ

એલેક્સ હેલ્સ- ઈગ્લેન્ડ બેઝ પ્રાઈઝ ૧.૫ કરોડ

Previous articleનિવેદિતા બાસુએ એનજીઓ પેહલા કદમની રજૂઆત કરી!
Next articleઐતિહાસિક ભાગીદારી અને હવામાનથી ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની હાર ટળી