ઐતિહાસિક ભાગીદારી અને હવામાનથી ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની હાર ટળી

873

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યો છે. મેચના પાંચમાં દિવસે બુધવારે અહીં વરસાદને કારણે માત્ર ૧૩ ઓવરની રમત શક્ય બની હતી. પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમનો સ્કોર ૩ વિકેટે ૨૮૭ રન રહ્યો હતો. ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતા રેકોર્ડ ભાગીદારી કરનાર કુસલ મેન્ડિસ (૧૪૧ અણનમ) અને એન્જેલો મેથ્યુઝ (૧૨૦ અણનમ) અંતિમ દિવસે પણ સંભાળીને બેટિંગ કરતા વિકેટ ન ગુમાવી. શ્રીલંકાની ટીમ આ ભાગીદારી અને હવામાનને કારણે મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી.

શ્રીલંકાની ટીમે પ્રથમ ઈનિંગમાં ૨૮૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં યજમાન ટીમે ૫૭૮ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્‌સમેન ટોમ લાથમના અણનમ ૨૬૪ રનની ઈનિંગ રમી જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રીલંકાએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા સુધી ૨૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારબાદ મેન્ડિસ અને મેથ્યુઝે દિવસભર બેટિંગ કરીને ટીમની વાપસી કરાવી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ૨૨મી વખત એવું થયું છે કે, એક દિવસમાં કોઈ ટીમે એકપણ વિકેટ ગુમાવી નથી. સિરીઝનો બીજો અને અંતિમ ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યો છે. મેચના પાંચમાં દિવસે બુધવારે અહીં વરસાદને કારણે માત્ર ૧૩ ઓવરની રમત શક્ય બની હતી. પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમનો સ્કોર ૩ વિકેટે ૨૮૭ રન રહ્યો હતો.

Previous article’ભારત ઓસ્ટ્રેલિયા સામે હવે પછીની મેચ હારે તો કોહલી-શાસ્ત્રીની સમીક્ષા થવી જોઇએ’
Next articleફુટબોલઃ માનચેસ્ટર યૂનાઇટેડે કોચ મોરિન્હોને સસ્પેન્ડ કર્યા