પોદાર સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓએ કરાટેમાં આં.રા.ક્ષેત્રે સિધ્ધી મેળવી

669

નેપાળના કૈલાલી જિલ્લાના ટીકાપુર શહેરમાં ઈન્ડો-નેપાળ ગુડવીલ કરાટે ચેમ્પીયનશીપ ર૦૧૮નું આયોજન ટીકાપુર નગરપાલિકાએ ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે એસોસીએશન ગુજરાતના સહયોગથી કર્યુ હતું. આ સ્પર્ધામાં ટોટલ ર૭૩ ચુનંદા ખેલાડીઓએભ ાગ લીધો હતો. તેમજ ભારતની ટીમ કુલ ૩૪ ગોલ્ડ મેડલ્સ સાથે ચેમ્પિયન બની હતી અને નેપાળ ટીમ ર૮ ગોલ્ડ મેડલ્સ મેળવીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

ઈન્ડો-નેપાળ ગુડવીલ કરાટે ચેમ્પિયનશીપ ર૦૧૮માં ભારત તરફથી ગુજરાતની ભાવનગર જિલ્લાની પોદાર ઈન્ટરનેશનલ સ્કુલના ૩ વિદ્યાર્થીઓએ વજન અને ઉંમરની કેટેગરી પ્રમાણે  ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવેના ઈન્ટરનેશનલ સ્પર્ધાત્મક માર્ગદર્શન હેઠળ કાતા અને કુમીતે (ફાઈટ)માં ભાગ લીધો હતોજેમાં હસિત ખેમકાએ બ્રોન્ઝ મેડલ, દેવર્ષ શાહએ સીલ્વર મેડલ અને ક્રિશ બંસલે સારો દેખાવ કરી મેડલો મેળવી પોદાર ઈન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યુ તેમજ ભાવનગરની સાથે ગુજરાતનું અને ભારતનું નામ પણ રોશન કર્યુ તે બદલ પોદાર ઈન્ટરનેશનલ સ્કુલના આચાર્ય ઈ.એસ. બિંદુએ અને મુંબઈ હેડ ઓફીસના હોબી મેનેજર જયોતિ ગાળાએ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleસરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ
Next articleનંદકુંવરબા કોલેજમાં સીરાજ ગાહાનો વ્યક્તિત્વ સેમિનાર યોજાયો