ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

661

ભાવનગરમાં પીવાના પાણીની સ્થિતિ ખૂબ જ સારી છે : જલવીકાબેન ગોંડલીયા

તાજેતરમાં મહાપાલિકા વોટર વર્કસ કમિટીની મળેલી બેઠકમાં ચેરપર્સનલ જલવીકાબેન ગોંડલીયાએ બેઠક બાદ સેવાસદન ખાતે પીવાના પાણીની સ્થિતિ મુદ્દે પત્રકારો જોડે એવી વાત કરી હતી કે આખા સૌરાષ્ટ્રમાં ભાવનગર માં પીવાના પાણીની સ્થિતિ ખુબ જ સારી છે. અને ૫૦ એમ.એલ.ડી. પાણી પૂરવઠો સરકાર તરફથી વધુ મળે છે. પાણી પ્રશ્ને લોક ફરિયાદો હોય તે તંત્ર  ઝડપભેર હલ પણ કરી દે છે. કમિશ્નર ગાંધીએ પણ અગાઉ એક વાતચીતમાં પાણીની સ્થિતિ મુદ્દે ટૂંકી વાતચીતમાં સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

એન્જીનિયરીંગ કોલેજ પાસેના એ ખાડાને તળાવના રૂપમાં ફેરવાશે

તાજેતરમાં મહાપાલિકા વોટર વર્કસ કમિટી બેઠકમાં ધીરૂભાઇ ધામેલીયા સહીતના સભ્યોએ એન્જીનિયરીંગ કોલેજ પાસેના વિસ્તારમાં મોટો ખાડો છે. તે ખાડાને તળાવના રૂપમાં ફેરવવા ચર્ચા કરી તેમાં ચોમાસાનું પાણી ભરવાનું અમૂલ્ય વચન કર્યું હતું.

કુંભારવાડા મીલ ચાલી વિગેરે લત્તામાં પીવાના પાણીની ઉભી થતી હરકત

ભાવનગર કુંભારવાડા મહાલક્ષ્મી મિલ ચાલી, સરદારનિવાસ, ગોરધનદાસ કોલોની, મજીદવાળો ખાંચો, વિગેરે લત્તામાં પીવાના પાણીની લોકોની હરકત હોવાની ગંભીર ફરિયાદ ભાજપના ધીરજ ભોજ દ્વાાર કમિશ્નર, મેયર અને વોટર વર્કસ ખાતાને લેખીતપત્રથી રજુ કરાય છે. અને લોકોને પાણી નિયમિત પૂરતા પ્રમાણમાં મળવાની માંગ કરી છે. આવી ફરીયાદ મુદ્દે આ વિસ્તારના નગરસેવિકા ગીતાબેન બારૈયાએ એવી વાત કરી કે પાણી પ્રશ્નની આ લત્તામાં કામયી સમસ્યા નથી.

કુંભારવાડા સ્કૂલોમાં પાણીના કુલરો મુકવા નગરસેવિકાની માંગ

ભાવનગર કુંભારવાડા વિસ્તાર અમારા વોર્ડ વિસ્તારમાં આવતી મ્યુ.ની સ્કૂલોમાં બાળકોને ઠંડુ પાણી મળી રહે તે માટે અમે અમારી ગ્રાંટમાંથી પાણીના ઠંડા કુલરો મુકતા અને તજવીજ હાથ ધરી છે. તેમ ગીતાબેન બારૈયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું.

ભાવનગર ખાતે નવો અદ્યતન સુવિધા વાળો ઢોરનો ડબો બનશે

ભાવનગર શહેરમાંથી ઢોરોનો ત્રાસ દુર કરવા તંત્ર દ્વારા કેટલાંક પગલાંઓ ભરાય રહ્યા છે. તેમાં બાલાજી હનુમાનજી વિસ્તારમાં ૬૦૦ થી ૭૦૦ ઢોરોને રાખી શકાય તે માટે મહાપાલિકા દ્વારા ઢોરના ડભાનું આયોજન કરાય રહ્યુ ંછે. આ ઢોર ડબામાં ઢોરના છાયા માટે શેડો, પાણી અવેડા વિગેરે સુવિધા ઉભી કરાય રહ્યાનું આયોજન હાથ ધરાય રહ્યું છે.

સેવાસદનમાં ચોમાસા માટે શરૂ થયેલો ફ્લડ કંટ્રોલરૂમ

ભાવનગર મહાપાલિકા દ્વારા ચોમાસાના વરસાદ સીઝન માટે તા.૧ લી જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ ખુલ્લો મુકવાનો તંત્ર દ્વારા ખાસ સૂચના થતા કંટ્રોલ રૂમ ત્રણ પાળી માટે શરૂ થયો છે, આ કંટ્રોલરૂમમાં હાલમાં પાંચ કર્મચારીની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. જો કે આ કંટ્રોલરૂમ ત્રણ પાળી માટે છ લોકોની જરૂર પડે છે. વધુ ૧ વ્યક્તિની નિયુક્તિ માટે તજવીજ ચાલુ હોવાની વાત કહેવાય છે.

ભર ઉનાળાના તાપમાં ડામરનો રસ્તો થતા રસ્તે ડામર ઓગળવા લાગ્યો

ભાવનગર મહાપાલિકા રોડ વિભાગ દ્વારા માણેકવાડી અખાડાના ખાંચામાં ભર ઉનાળે સખ્ત તાપમાં ડામરનો રસ્તો થતા આ રસ્તા પર ડામર ઓગળતા લોકોની પરેશાની વધી છે. સામાન્ય સમજણ એવી હોય છે. કે ડામરના રોડ ઉનાળામાં થાય તો રસ્તા પર ડામરો ઓગળતા હોય છે, સેવા સદનમાં આટલા સમજ તો હોવી જોઇએ તેવી લોક ચર્ચા જાગી છે.

Previous articleબરવાળાના પોલારપુર પાસે બસે ગુલાટ મારતા ૧૨ મુસાફરો ઘવાયા
Next articleસિહોર ખાતે મંત્રી મનસુખભાઇ માંડવીયા અને સાંસદ ભારતીબેનનો અભિવાદન સમારોહ યોજાયો