સિહોર ખાતે મંત્રી મનસુખભાઇ માંડવીયા અને સાંસદ ભારતીબેનનો અભિવાદન સમારોહ યોજાયો

668

આજ રોજ જિલાના શિહોર ખાતેશિહોર તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારાનવનિયુક્ત કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના પનોતા પુત્ર મનસુખભાઇ માંડવીયા તથા ભાવનગરના ફરીને બીજી વાર જંગી બહુમતીથી ચૂંટાયેલા સાંસદસભ્ય શ્રી ભારતીબેન શિયાળ નો અભિવાદન સમારોહ ટાઉનહોલ શિહોર ખાતે યોજાયો.

આ બંને નેતાઓની અને ભારતીય જનતા પાર્ટીની દિલેરી જુઓ. આ લોકો માટે અભિવાદન સમારોહ રાખ્યો હતો પરંતુ બિલકુલ સાદાઈથી અને સહેજ પણ મનમાં કે દિલમાં અભિમાન રાખ્યા વિના જીતનો સમગ્ર યશ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાના ફાળે જાય છે.અને કરેલી તમામ લોકોની મહેનત અને જનતાએ મુકેલો ભારતીય જનતા પાર્ટી ઉપર મુકેલો વિશ્વાસ એ અમારી જીત છે. ખોબલે ખોબલે મત આપીને   કરેલા કામ અને સબ કા સાથ સબ કા વિકાસ આ સૂત્રને ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે.

આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી ની ઉપર દેશની જનતાએ બીજીવાર વડાપ્રધાન તરીકેનો જે કળશ ઢોળાયો છે તેને ફળીભૂત કરવા સૌનો સાથ સૌનો વિકાસ દ્વારા સમતા, સમાનતા અને સમરસ્તાની ભાવના દ્વારા સૌ સાથે મળી આ ભગીરથ કાર્યમાં જોડાઈએ તેમ જણાવેલ.

દેશ હિતની જ્યારે વાત આવે ત્યારે સૌએ પક્ષા પક્ષી મૂકીને તેનો સામનો કરવાથી દેશનો સર્વાંગી વિકાસ થાય છે. સામાન્ય રીતે એક ઘર ચલાવવું ખુબજ મુશ્કેલ હોય છે ત્યારે આતો દેશ ચલાવવાનો છે કઈ ટૂંકા સમયમાં બધો ફેરફાર કે બધું કામ થઈ શકતું નથી ત્યારે પ્રગતિના પથ ઉપરતો ધીમે ધીમે ચાલવું પડે છે આ કાંટાળો માર્ગ છે જ્યાં જાડી ઝાંખરા સિવાય કશું જ નથી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મનસુખભાઈને કેન્દ્રમાં સ્થાન આપીને ભાવનગરની શાન તો વધારી છે સાથે સાથે જે વિશ્વાસ અને કામગીરીને લક્ષમાં રાખી તેમને દેશની મોટામાં મોટી જે જવાબદારી સોંપેલ છે તે બદલ મોદીને શુભેચ્છા પાઠવેલ.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleસિહોરમાં સીતારામ હોલ સામે કચરાનાં ઢગલાં છતાં તંત્ર મૌન