પગાર વધારા સહિતની માંગ સાથે બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા

1350

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર કોન્ફીડરેશનના નેજા તળે દેશભરના તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના ૩ર૦૦૦ અધિકારીઓ ઈન્ડિયન બેંક એસોસીએશનના નકારાત્મક અને ગેર વ્યવહારૂ અભિગમનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલનું આહ્વાન આપેલ છે.

વિવિધ બેંકોના તમામ સ્તરના ૧૦ લાખ બેંક કર્મચારી અસરકર્તા અગાઉના દ્વિપક્ષીય કરારની અવધિ ઓકટોબર ર૦૧૭માં સમાપ્ત ગથયેલ છે. ગત તા. ૧૯ ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે સેન્ટ્રલ લેબર કમીશનરના સહયોગથી બેઠક મળેલ જેમાં ઈન્ડીયન બેંક એસોસીએશન દ્વારા માત્ર ૮ ટકા પગાર વૃધ્ધિ અને તે પણ માત્ર સ્કેલ ૩ સુધીની જ દરખાસ્ત કરેલ જેના વિરોધમાં એઆઈબી ઓસીએ આજરોજ દેશભરની તમામ બેંકોમાં હડતાળનો આદેશ આપેલ જેમાં ભાગરૂપે આજરોજ ભાવનગર શહેરના તમામ બેંકોના અધિકારીઓ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નિલમબાગ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સામુહિક સુત્રોચ્ચાર દ્વારા વિરોધને વાચા આપેલ.

Previous articleવલસાડના પ્રોહીબીશનના ગુનાના ફરાર શખ્સો ભાવનગરથી ઝડપાયા
Next articleભાવનગર વકિલ મંડળોની ચૂંટણી સંપન્ન