વરૂણ ટગમાં બ્લાસ્ટ બાદ જળ સમાધી

1117

ભાવનગર જીલ્લાના એશિયાના પ્રસિધ્ધ જહાજવાડા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં ભાંગવા આવેલા જહાજને એન્કરેજ પોઈન્ટથી અલંગ લઈ જવા ઘોઘાથી નિકળેલી વરૂણ નામની ટગમાં પીરમબેટ નજીક દરિયામાં બ્લાસ્ટ થતા વરૂણ ટગે સળગ્યા બાદ જળ સમાધી લઈ લીધેલ. જેમાં સવાર ૭ પૈકી ૪ ખલાસી દાઝી જતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ જયારે ૩ ખલાસી ટગની સાથો સાથ લાપતા બનતા તેઓના મોત થયાની આંશકા સેવાઈ રહી છે. બનાવ બનતાની સાથે જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ, કસ્ટમ્સના અધિકારીઓ, પોલીસ કાફલો ઘોઘા પહોંચી ગયો હતો. અને બચાવ કામગીરી માટે તાત્કાલિક બે ટગો રવાના કરી હતી. ટગમાં બ્લ્સ્ટ અને જળસમાધીના બનાવમાં કસ્ટમના અધિકારીઓ, સર્વેલન્સ ટીમ તેમજ શીપ બ્રેકરના સ્ટાફ સહિતનો ચમત્કારીક બચાવ થયો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અલંગ શીપયાર્ડમાં ભાંગવા માટે આવતા એમ.વી. પોલ નામનું જહાજ બોર્ડીંગ કસ્ટમ્સ કલીયરન્સ માટે એનકરે જ પોઈન્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારે આજે નરેશ કોઠારીની ફોનીકસ એજન્સીની વરૂણ નામની ટગમાં કસ્ટમ્સ અધિકારીઅ, સર્વેલન્સ ટીમ તથા શીપ બ્રેકરનો સ્ટાફ પીરમબેટ નજીક એન્કરે જ પોઈન્ટ પર કે જયાં અમે.વી.પોલ જહાજ ઉભુ રાખવામાં આવ્યું હતું ત્યાં પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ તથા સ્ટાફ શીપમાં ઉપર ચડી ગયા હતા અને ટગ શીપની બાજુમાં રાખવામાં આવ્યું હતું. ત્યારે અચાનક વરૂણ ટગમાં બ્લ્સ્ટ થતા ટગ સળગવા લાગ્યું હતું. અને તેમાં રહેલા ખલાસીઓ કાઈ સમજે- વિચારે તે પહેલા જ સળગતુ ટગ એક તરફ નમતા ધીમે ધીમે દરિયાના પાણીમાં કસ્ટમની અધિકારીઓ, સર્વેન્સ ટીમ તથા શીપ બ્રેકીંગ સ્ટાફ જહાજમાં ચડી ગયા બાદ ટગમાં બ્લાસ્ટ થયો હોવાનો કારણે તેઓનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. આ બનાવ બનતા સમગ્ર ભાવનગર શહેર-જીલ્લાની સાથો સાથ ગુજરાત રાજય અને દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ટગમાં બ્લાસ્ટ બાદ સળગતી ટગ સહિત ટગની જળ સમાધીનો જહાજમાંથી ઉતારેલો વીડીયો સોશ્યલ માડીયા ઉપર વાયરલ થતા હજારો લોકોએ તે વિડીયો નિહાળ્યા હતો અને આ વ ડિીયોથી ટાયટેનીકની યાદ તાજી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આ સમગ્ર બનાવ અંગે જીએમબી, પોલીસ સહિતે તપાસના ચક્રોગતિમાન કર્યા છે અને લાપતા થયેલ ૩ ખલાસીની શોધખોળ કરાઈ રહી છે.

ઘોઘા તા.પં. પ્રમુખ સહિતના ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યા

ઘોઘાથી બોર્ડિંગ માટે જતી ટગમાં બ્લાસ્ટ બાદ વરૂણ નામની ટગની દરિયામા જળ સમાધિ લેતા ટગમાં ૪ ખલાસી લાપત્તા મોતની શંકા, ૪ ખલાસીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલ લય જવાયા, ઘટનાની જાણ થતાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ, ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, તગડીના સરપંચ અને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી પરેશભાઈ માંગુકિયા, ઘોઘાના ઉપસરપંચ લવજીભાઈ ગોહિલ, હરેશભાઈ ગાંધી, મહમદભાઈ શેખ, અશોકભાઈ જેઠવા, સહિતની ટીમ ઘટના સ્થળે ઈજાગ્રસ્તોને મદદ માટે પહોંચી ગયા.

ટગમાં બ્લાસ્ટ કેમ થયો ? જાત-ભાતની થતી ચર્ચાઓ

એન્કરેજ પોઈન્ટ પર એમ.વી.પોલ જહાજમાં કસ્ટમ્સ અધિકારીઓ, સર્વેલન્સ ટીમ સહિતને લઈને ગયેલી વરૂણ નામની વોટ જહાજની બાજુમાં ઉભી હતી ત્યારે બ્લ્સ્ટ થયો હતો ત્યારે આ ટગમાં ખલાસીઓ રસોઈ બનાવતા હતા ત્યારે એલપીજી, ગેસ સીલીન્ડર ફાટતા બ્લાસ્ટ થયેલ. તેવું ચર્ચાઈ રહ્યું છે. જયારે ટગની ડિઝલ ટેન્કનો બેલેન્સીંગ વાલ્વ ખોલવાનું રહી જતા ગેસ થવાના કારણે બ્લાસ્ટ થયો અને એક તરફ નમી ટગે જળસમાધી લીધી હોવાનું  પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ટગમાં બ્લાસ્ટ થવાનું કારણ પણ તપાસ બાદ જ બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે.

નિયમોને નેવે મુકીને ચલાવતી ખાનગી કંપનીની વિવિધ ટગો

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિયમોને નેવે મુકીને ખાનગી કંપનીઓની ટગો ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જયારે સરકારની ટગો છેલ્લા કેટલાયે સમયથી બંધ હાલતમાં છે ત્યારે ખાનગી કંપનીને ફાયદો કરાવવા તગડુ ભાડુ ચુકવીને નિયમો નેવે મુકી દઈ જીએમબી દ્વારા મંજુરી આપવામાં આવતી હોવાના કારણે આજે ટગમાં બ્લાસ્ટ બાદ જળસમાધીનો બનાવ બન્યો અને તેમાં ૩ ખલાસીઓના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જાણકારીના માનવા મુજબ ઘોઘા-અલંગનો દરીયો કરંટ વાળો હોય આ ટગ ચાલે જ નહીં છતા જીએમબી દ્વારા ચલાવાય છે તેના લીધે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Previous articleભાવનગર વકિલ મંડળોની ચૂંટણી સંપન્ન
Next articleમેસેજ કર્યા પછી પણ જોઈને મેસેજ ન કરવો એ પણ એક મેસેજ છે