ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ૧૧ હજાર સીડબોલ બનાવાયા

463

૪ જુલાઈથી સીડબોલ બનાવવાની શરૂઆત કરવામા આવી હતી
સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે આ સીડબોલ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ની જુદી-જુદી શાળાના સ્કાઉટ-ગાઈડ, રોવર-રેન્જર તેમજ સીનીયર દ્વારા ચિમેર, બીલી, અશ્વગંધા, ગલગોટા, દેશી પાલખ, ફાલસા, બોરસલી, ગુલમ્હોર, તુલસી, બાવચી, ફાગુ, શતાવરી, જેવા ઔષધિય વૃક્ષો, વૃક્ષો-છોડ ના ૪૫૦૦ થી વધુ સીડબોલ પ્રથમ દિવસે જ બનાવ્યા હતા, આ બે-ત્રણ દિવસ દરમિયાન બીજા ૮ હજાર સીડબોલ બનાવવામાં આવ્યા છે.હાલ ચોમાસાની સિઝન દરમિયાન આ સીડબોલ બનાવી ને સરકારી ખુલ્લી જગ્યા, તળાવની આજુબાજુ માં, ડુંગરમાં, ગૌચરની જમીનમાં નાખવામાં આવશે, આ જગ્યામાં પ્રકૃતિ ખીલી ઉઠશે.આ સમગ્ર કાર્યમાટે કિશોરભાઈ ભટ્ટ દ્વારા તમામ પ્રકારની સામગ્રી અને બીજ પુરા પાડવામાં આવ્યા હતા, આ સમગ્ર પ્રોજેક્ટમાં જિલ્લા સ્કાઉટ-ગાઈડ મંત્રી અજયભાઈ ભટ્ટ, યશપાલ વ્યાસ તથા જુદી જુદી શાળાઓના બાળકોએ સીડબોલ બનાવવામાં સારી ઝેહમત ઉઠાવી હતી.

Previous articleગઢડા સીએચસીમાં બનાવાયેલા ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
Next articleધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઝુપડપટ્ટીના બાળકોને નાસ્તા વિતરણ કરી જન્મદિનની ઉજવણી કરી