ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ ક્ષેત્રોની વિદ્યાર્થીનીઓ કે જે અભ્યાસમાં મહેનત કરીને ધો.૧ર પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને નમો ટેબલેટ ફોન આપીને તેમને ટેકનોલોજીની જાણકારી આપીને કોઈપણ જાતનું કામ જેમ કે, વિદ્યાર્થી કોલેજની પોતાની પરીક્ષાનું ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટમાં જઈને ઘરે બેઠા ભરી શકે છે. આથી જ પી.જી. સેન્ટર ઓફ સોશ્યલ વર્ક (એમએસડબલ્યુ)ના ઉપક્રમે નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સામાન્ય જનસમુદાય વાકેફ થાય અને જાગૃત થાય તે હેતુથી રાજ્ય સરકારે બહાર પાડેલ નમો ટેબલેટ યોજના અંગે શેરી નાટકની સઘન તાલીમ કોલેજ ખાતે આપવામાં આવી હતી.