ગઢડા સીએચસીમાં બનાવાયેલા ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

264

આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે ૮૦ ગામના લોકોને લાભ મળશે
બોટાદ
મુખ્યમંત્રી એ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ ગઈકાલે ૭૦ જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં ૧૪ હજાર જેટલા થઈ ગયા હતા.મુખ્યમંત્રી એ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોક ડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ. વિજય રૂપાણી એ જણાવ્યું કે કોરોના ની સમભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે
તેમાંથી ૧૭૫ તો તૈયાર પણ થઈ ગયા છે એમ તેમણે કહ્યું હતુ.મુખ્યમંત્રી એ કહ્યું કે રાજ્યમાં ૮ લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે.રિકવરી રેટ પણ ૯૮ ટકા પહોંચી ગ્યો છે.ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે.મુખ્યમંત્રી એ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોના ની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિજીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલ નહીં રમી શકશે!
Next articleભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ૧૧ હજાર સીડબોલ બનાવાયા