કોંગ્રેસમાં પક્ષ પછી પરિવાર પહેલા, ભાઈ-બહેનને જોડી કોંગ્રેસને ડુબાડશે : રૂપાણી

1131

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મ જયંતી નિમિત્તે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા શરુ કરાયેલી તિરંગા યાત્રાનું મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિજય રુપાણીએ કહ્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝની ૭૫મી જન્મ જયંતીએ સીમાઓને જાગૃત કરવા દેશભક્તિનો કાર્યક્રમ કર્યો છે તેમને લાખ લાખ અભિનંદન પાઠવું છું.

વિજય રુપાણીએ કહ્યું હતું કે હાલમાં રાષ્ટ્રભક્તિથી રંગાઈ ને કામ કરવાની જરૂર છે. દેશભક્તિ ફક્ત ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી સુધી સીમિત ના રહેવી જોઈએ. ગુજરાતની સરહદ વધારે સંવેદનશીલ છે. ભૂતકાળના ૨૫ વર્ષમાં નથી થયો એવો માત્ર ૪ વર્ષમાં આતંકવાદીઓનો ખાતમો વર્તમાન સરકારે કર્યો છે.

કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની પૂર્વ ઉત્તર પ્રદેશમાં મહાસચિવ તરીકે નિમણુક કરી છે. આ મુદ્દે વિજય રુપાણીને સવાલ કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પરિવારવાદમાં ખતમ થતી જાય છે. કોંગ્રેસે છેલ્લે બાકી હતું તે મહામંત્રીનું પદ પણ પરિવારમાં આપી દીધું છે. કોંગ્રેસમાં પરિવાર પહેલા આવે છે અને પક્ષ પછી આવે છે. પરિવારવાદના કારણે આટલી જૂની કોંગ્રેસ હવે ખતમ થવા આવી છે. કોંગ્રેસ ડુબતુ વહાણ છે. ભાઈ-બહેનને જોડી કોંગ્રેસને ડુબાડી દેશે. કોંગ્રેસનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે.

Previous articleહવેથી શાળામાં PUBG નહિ રમી શકાય, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય
Next articleગુજરાતમાં આર્થિક અનામતને કેબિનેટની મંજૂરી