હવેથી શાળામાં PUBG નહિ રમી શકાય, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય

1154

શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર રાજ્યા શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી. જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના આપી છે. આજના યુવાનો, ટીનેજર્સ તથા નાની વયના બાળકોને પણ પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. જેની વિપરીત અસર તેમના પર થઈ રહી છે. ગેમ રમનારાઓ આ રમતમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેમને સમયનું ભાન રહેતુ નથી. તેમને આસપાસની દુનિયાનું ભાન પણ રહેતું નથી. બાળકો તથા યુવાનોને આ બાબતની લત લાગી જાય છે, અને તેમના માટે ગેમની લતમાઁથી બહાર આવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તેથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે.

આ મામલે શિક્ષણ વિભાગે ગેમથી થતા નુકશાનને પણ ધ્યાને લીધા છે. પબજી ગેમથી થતા નુકશાનના પાઠ પણ શિક્ષકો બાળકોને શીખવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

Previous articleઅમદાવાદથી હરિદ્વાર, વારાણસી, અને ગોવા માટે નવી વોલ્વો બસ સેવા પ્રારંભ
Next articleકોંગ્રેસમાં પક્ષ પછી પરિવાર પહેલા, ભાઈ-બહેનને જોડી કોંગ્રેસને ડુબાડશે : રૂપાણી