વિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા

2

પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નોનો નિરાકરણ લાવવાના ભાગરૂપે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા ચાર દિવસ માટેની બુથ સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે તેઓએ ગઈકાલે કરચલીયા પરા વોર્ડથી યાત્રા શરૂ કરી હતી. તેની સાથે શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, બી.ડી.ચુડાસમા સહિત હોદ્દેદારો જોડાયા હતા અને ઘરે ઘરે જઈ લોકોને મળ્યા હતા અને તેઓના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.