રાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર

110

ભારત દેશના ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે નાલ્સા તથા જી.એસ.એલ. એ.ની સુચના મુજબ પાન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એ.આઈ.રાવળ ના વડ પણ અને માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.કે માવળંકર ના નેજા હેઠળ રાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ કંપની ખાતે કાનુની શિબિર કરવામાં આવી હતી જેમાં રાણપુર કાનૂની સેવા સમિતિ રાણપુર અધ્યક્ષ એ.કે માવળંકર તથા સેક્રેટરી વિજયભાઈ ચૌહાણ રાણપુર બાર એસોસિએશનના વકીલ ડી.પી ભરાડીયા દ્વારા મજુરોના કાયદા,મહિલાના અધિકાર,લીગલ એડ,બંધારણમાં આપવામાં આવેલ અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ કાનુની શિબિર માં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક તેમજ કર્મચારીઓને કાનુની માહીતી આપવામાં આવી હતી.

Previous articleસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ
Next articleવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા