સિહોરમાં સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરનાર શખ્સ બે’દીનાં રીમાન્ડ પર

826

સિહોર ખાતે રહેતાં બે શખ્સોએ સગીરાને બળજબરી પૂર્વક ખેતરમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા કોર્ટ દ્વારા બે દિવસમાં રીમાન્ડ મંજુર કર્યા છે.

સિહોર કાતે રહેતાં દિપક દેવજીભાઈ જોટાણા અને તેના મિત્રએ સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ તેણીનાં માતા-પીતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની સગીરાનાં પરીવારજનોએ સિહોર પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપી દિપક જોટાણાની ધરપકડ કરી આજરોજ કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટ આરોપીને બે દિવસ રીમાન્ડ પર લેવા હુકમ કર્યો છે.