નેપાળમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ ૭૦૦ ફૂટ ઉંડી ખાઈમાં ખાબકતા ૨૩ના મોત

677

નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી ભરેલી એક બસ ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના ઘટી છે. બસ પર્વતીય રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ કારણસર બસ પરનું સંતુલન ખોરવાતા બસ ૭૦૦ મીટર નીચે ખીણમાં પડી હતી. બસ ખીણમાં પડતા ૨૩ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત અન્ય ૧૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર બસમાં કુલ ૩૭ લોકો સવાર હતા. જેમાંથી ૩૪ વિદ્યાર્થીઓ, બે શિક્ષકો અને એક ડ્રાઈવર હતા. આ બસ નેપાળની રાજધાની કાઠમંડુ નજીક ૪૦૦ કિલોમીટર દૂર રમરી ગામના રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને અચાનકથી ૭૦૦ મીટર ઉંડી ખીણમાં જઈને પડી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કૃષ્ણ સેન ઈચ્છુક પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓ અને શિક્ષક વનસ્પતિ વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એક ખેતરના પ્રવાસ પર ગયા હતા. ગયા અઠવાડિયે જ એક ટ્રક ખીણમાં પડવાથી ૧૬ લોકોનાં મોત થઇ ગયા હતા.

Previous articleશ્રેણીબદ્ધ વસ્તુ ઉપર ય્જી્‌ રેટમાં ઘટાડો : મૂવી ટિકિટ, ટીવી સસ્તા
Next articleદામનગરમાં ખોડલધામ સમિતિના ૪૦ ગામના હોદ્દેદારોની બેઠક મળી