ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી નાખુશ વૈશ્વિક સંગઠનના વડા બ્રેટ મેકગર્કે રાજીનામું આપ્યુ

605

સીરિયામાંથી સૈન્યને હટાવવાના પોતાના નિર્ણયને લઈને અમેરિાકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફસાયા છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) વિરુદ્ધ ચળવળ ચલાવનાર વૈશ્વિક સંગઠનના વડા અને અમેરિકન દૂત બ્રેટ મેકગર્કે ટ્રમ્પના નિર્ણય પર કડક વલણ અપનાવતા પોતાના પદથી રાજીનામું આપ્યું છે. મેકગર્કથી પૂર્વે રક્ષામંત્રી જિમ મેટિસે પણ રાજીનામું આપ્યું હતું. આ બંને અધિકારીઓના વિદાયથી અમેરિકી સુરક્ષા એજન્સીઓને મોટો ઝટકો લાગ્યો છે.

જો કે બે અઠવાડિયા પહેલા જ મેકગર્કે ખુલાસો કર્યો હતો કે આઇએસનો ખાતમો માની લેવું મૂર્ખામી છે અને આ સંદર્ભમાં સીરિયાથી અમેરિકી સૈનિકોના પરત ફરવાના નિર્ણયને યોગ્ય પગલું ન ગણી શકાય. નોંધનીય છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૫માં મેકગર્કને આઇએસ વિરુદ્ધ બનેલા વૈશ્વિક સંગઠનના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. બાદમાં ટ્રમ્પ પ્રમુખ બન્યાં અને તેમણે પણ મેકગર્કને આ પદ પર યથાવત રાખ્યા. અહેવાલો અનુસાર, મધ્ય ફેબ્રુઆરીમાં પોતાનું પદ છોડનાર મેકગર્કે રાજીનામાંમાં લખ્યું છે કે આતંકીઓ ભલે ભાગમભાગની સ્થિતિમાં હોય, પરંતુ તેમાં તેમનો ખાતમો થયો છે તેમ માની લેવું મુર્ખામી છે.

કારણ કે તેઓ હજુ પણ હાર્યા નથી. મેકગર્ક લખ્યું કે આવી સ્થિતિમાં અમેરિકી સૈનિકોનું પરત ફરવું આઇએસના વ્યાપને વધુ પ્રોત્સાહન આપશે. આઇએસ વિરુદ્ધમાં યુદ્ધ હજુ ચાલુ છે, તેથી આતંકવાદીઓના સંપૂર્ણ ખાત્મા વગર સૈનિકોનું પરત ફરવું તે વ્યાજબી નથી.

Previous articleમુંબઈના ભૂતપૂર્વ શેરીફ, સમાજસેવક નાના ચુડાસમાનું ૮૬ વર્ષની વયે નિધન
Next articleઅયોધ્યામાં મોરારીબાપુની રામકથામાં સેક્સ વર્કસની હાજરીનો થયો વિરોધ